મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સાબિત થશે તો હું રાજીનામું આપીશ: ધારાસભ્ય મકવાણા

  ગુજરાત વિધાનસભામાં બોટાદ જિલ્લામાં દારૂૂ વેચનાર પર SMC-સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે પ્રશ્ન પૂછવામાં…

 

ગુજરાત વિધાનસભામાં બોટાદ જિલ્લામાં દારૂૂ વેચનાર પર SMC-સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં ગૃહ વિભાગ વતી જવાબ આપી રહેલા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ઉમેશ મકવાણા તેમની પાર્ટીના એક સભ્ય શૌકત અલી સૈયદ મૌલાના એટ્રોસિટી ઍક્ટ જેવા ગુનાના આરોપીને છોડાવવા બોટાદ SPને ફોન કરે છે ધમકી આપે છે. ફોન કરીને વારંવાર ભલામણ કરે છે.

આ મુદ્દે ઉમેશ મકવાણા એ સ્વીકાર કર્યો કે તે મૌલાના છે, આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચામાં છે અને તેમની સામે અગાઉ કોઈ કેસ ન હતા પણ મારી જ્યારે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત થઈ ત્યારે મૌલાના સામે એકએક 5 જેટલા અલગ અલગ કેસ કરીને તેમનું અપહરણ કરવામાં આવ્યું.

આ મુદ્દે ગૃહમાં ભારતીય જનતા પાર્ટીના ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર મૌલાના પર પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના આરોપ લગાવ્યા હતા. જેના પ્રત્યુત્તરમાં ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે સરકાર પાસે CBI-LCB જેવી એજન્સીઓ છે, જેના દ્વારા તપાસ કરાવવામાં આવે અને જો વાત સત્ય સાબિત થાય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઈશ અથવા તો કાર્યવાહીમાં શબ્દો દૂર કરવામાં આવે. ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા અગાઉ વિધાનસભા ગૃહમાં પોતે માંગેલા હથિયાર પરવાના મુદ્દે રજૂઆત કરી હતી કે બોટાદ જઙ તેમને હથિયાર પરવાના આપતા નથી અને તે વખતે પણ તેમની વાત સરકારે ધ્યાન પર લીધી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *