વારંવાર કહ્યું પણ મારી વાત ન માની: ચેલાની હાર પર ગુરૂ અન્નાની ટકોર

  વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના…

 

વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી લડતા સમયે ઉમેદવારનો આચાર-વિચાર શુદ્ધ હોવો, જીવન નિષ્કલંક હોવું જરૂૂરી છે.

અન્ના હઝારેએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, એક રાજનેતાના જીવનમાં ત્યાગ કરવાની અને પોતાના અપમાનને પીવાની શક્તિ હોવી જોઈએ. જો આ ગુણ ઉમેદવારમાં છે, તો મતદારોનો વિશ્વાસ હોય છે કે, આ અમારા માટે કંઈક કરશે. મેં વારંવાર કહ્યું પરંતુ, તેમના મગજમાં ન ઉતર્યું. આ દરમિયાન દારૂૂનો મુદ્દો આવી ગયો. દારૂૂ કેમ આવ્યો… લાલચ અને પૈસાના કારણે. એવામાં લોકોને તક મળી, જનતાનો વિશ્વાસ ડગ્યો અને આ સ્થિત જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *