મેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ’મેં 8 જેટલા યુદ્ધો…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ’મેં 8 જેટલા યુદ્ધો અને સંઘર્ષોનો ઉકેલ લાવવાનું કામ કર્યું છે, જે અત્યાર સુધી કોઈ અન્ય પ્રમુખએ નથી કર્યું. આ કોઈ બડાઈ નથી પરંતુ વાસ્તવિક હકીકત છે.’ તેમ જણાવીને તેમણે ટૂંક સમયમાં જ વધુ એક મોટી સફળતા મળવાનો સંકેત પણ આપ્યો છે.

ટ્રમ્પ અગાઉ પણ ઘણી વખત નોબલ શાંતિ પુરસ્કાર માટે દાવો કરી ચૂક્યા છે અને પોતાના ડિપ્લોમેટિક રેકોર્ડને આ પુરસ્કાર માટે લાયક ગણાવતા રહ્યા છે. જો કે, ફેક્ટ-ચેકર્સ દ્વારા તેમના આ દાવાઓને વારંવાર પડકારવામાં આવ્યા છે. ફેક્ટ-ચેકર્સનું માનવું છે કે ટ્રમ્પ જે વિવાદો અને સંઘર્ષોનો ઉકેલ લાવ્યા હોવાનો દાવો કરે છે, તેમાંથી ઘણા ઔપચારિક યુદ્ધો નહોતા અને તેમાં અમેરિકાની ભૂમિકા પણ અલગ-અલગ પ્રકારની રહી હતી.

આ ઉપરાંત, રશિયાના સાઈબેરિયામાં એક એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી 28 વર્ષીય લેબ વર્કરનું ન્યુમોનિયાથી મોત નીપજ્યું છે. આ ઘટના બાદ તેના સંપર્કમાં આવેલા આશરે 200 લોકોને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો કે શું આ કોઈ બાયોવેપન (જૈવિક હથિયાર) છે, ત્યારે તેમણે કહ્યું કે, ’અમે ટૂંક સમયમાં જ આ બાબતની સચોટ માહિતી મેળવી લઈશું. હાલ અમને એવું લાગતું નથી કે આ કોઈ બાયોવેપન છે.’

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *