13 લોકોનો ભોગ લેનારી દુર્ઘટનામાંથી બચી ગયેલા ગણેશે કાળને પારખી લીધો હતો
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. ગેટવે ઓફ ઈન્ડિયાથી 110 મુસાફરો સાથે એલિફન્ટા ગુફાઓ તરફ જઈ રહેલી બોટ નીલકમલ ભારતીય નૌકાદળની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ પનીલકમલથ નામની બોટ દરિયામાં ડૂબવા લાગી હતી. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક માછીમારોની બોટની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.
આ અકસ્માતમાં ત્રણ ખલાસીઓ સહિત 13 લોકોના મોત થયા હતા, જ્યારે 101 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બચાવી લેવામાં આવેલા લોકોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બચાવેલા મુસાફર અકસ્માતનો સાક્ષી બન્યો અને કહ્યું
હૈદરાબાદના રહેવાસી 45 વર્ષીય ગણેશે જણાવ્યું કે, નૌકાદળની બોટ અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહી હતી, જ્યારે અમારી બોટ મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા આઈલેન્ડ તરફ જઈ રહી હતી.
હું બપોરે 3.30 વાગ્યે નીલકમલ નામની હોડીમાં ચડ્યો. જ્યારે હોડી નીકળી ત્યારે હું તેના ડેક પર ઊભો હતો. જ્યારે મેં નૌકાદળની બોટને મારી બોટ તરફ આવતી જોઈ ત્યારે મારા મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે કદાચ નૌકાદળની હોડી આપણી બોટ સાથે અથડાઈ જશે અને થોડી જ સેક્ધડોમાં તે થઈ ગયું.
ગણેશે જણાવ્યું કે જ્યારે હું અરબી સમુદ્ર અને મુંબઈના આકાશને જોઈ રહ્યો હતો ત્યારે બોટ કિનારેથી લગભગ 8 થી 10 કિમી દૂર હતી. મેં જોયું કે નેવીની સ્પીડ બોટ અમારી બોટની નજીક ઝડપથી ચક્કર મારી રહી હતી. તેણે કહ્યું કે અમારી બોટ સાથે સ્પીડ બોટ અથડાઈ કે તરત જ દરિયાનું પાણી અમારા જહાજમાં આવવા લાગ્યું, ત્યારપછી બોટ ડ્રાઈવરે મુસાફરોને લાઈફ જેકેટ પહેરવાનું કહ્યું, કારણ કે બોટ પલટી જવાની હતી.
ગણેશે કહ્યું કે તેણે તરત જ લાઈફ જેકેટ લીધું, ઉપર જઈને દરિયામાં કૂદી પડ્યો. તેણે કહ્યું કે તે 15 મિનિટ સુધી સ્વિમિંગ કરતો રહ્યો જ્યારે તેને નજીકની અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યો અને તેને અન્ય લોકો સાથે ગેટવે ઓફ ઈન્ડિયા પર લઈ આવ્યો.ગણેશે કહ્યું કે, હું 10 મુસાફરોના પ્રથમ જૂથમાં હતો જેમને બચાવી લેવામાં આવ્યા હતા.
નીલકમલ બોટમાં પૂરતા લાઈફ જેકેટ નહોતા
આ દુર્ઘટનામાં બચી ગયેલા ભાગ્યશાળી લોકોમાં બેંગલુરુના રહેવાસી વિનાયક માથમ પણ સામેલ હતા. તેણે જણાવ્યું કે તે તેના બે સાથીદારો સાથે આ બોટમાં મુસાફરી કરી રહ્યો હતો. વિનાયકે કહ્યું કે પહેલા તો મને લાગ્યું કે નેવી ક્રાફ્ટના જવાનો આનંદ માટે બહાર ગયા છે. કારણ કે તેમની બોટ અમારી બોટની આસપાસ ફરતી હતી. વિનાયકે કહ્યું કે અમારી બોટમાં પૂરતા લાઈફ જેકેટ્સ નહોતા. જ્યારે મુસાફરો બોટમાં ચઢતા હતા, ત્યારે તેમને લાઇફ જેકેટ પહેરવા જોઇએ. આ બેદરકારી છે.