મેં આ શબ્દો નથી લખ્યા, ધ ડેવિલ ગીતનો વિવાદ થતા રકીબ આલમે હાથ ખંખેર્યા

નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલું ફિલ્મ ’કેડી: ધ ડેવિલ’નું આઈટમ સોન્ગ ’સરકે ચુનર તેરી સરકે’ હાલ ભારે વિવાદમાં છે. આ ગીતના બિભત્સ…

નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલું ફિલ્મ ’કેડી: ધ ડેવિલ’નું આઈટમ સોન્ગ ’સરકે ચુનર તેરી સરકે’ હાલ ભારે વિવાદમાં છે. આ ગીતના બિભત્સ શબ્દો અને ડબલ મિનિંગ ડાન્સ સ્ટેપ્સને કારણે સોશિયલ મીડિયા પર ઉગ્ર ટીકાઓ થઈ રહી છે. આ વિવાદ વચ્ચે ગીતકાર રકીબ આલમે પોતાની સફાઈ રજૂ કરી છે અને માફી માંગી છે.

ગીતકાર રકીબ આલમે ’એચટી સિટી’ સાથેની વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આલમે જણાવ્યું કે, આ ગીતના બોલ તેમણે નથી લખ્યા, પરંતુ ફિલ્મના ડાયરેક્ટર પ્રેમ દ્વારા કન્નડમાં લખવામાં આવ્યા હતા. ડાયરેક્ટરે તેમને માત્ર કન્નડ વર્ઝનનું હિન્દીમાં શાબ્દિક અનુવાદ કરવાનું કહ્યું હતું. તેમણે અગાઉથી જ ડાયરેક્ટરને ચેતવ્યા હતા કે આવા ગીતો સેન્સરમાં અટકી જશે અને ચાલશે નહીં. પરંતુ ડાયરેક્ટરે ’ચૂસેગા’, ’ચાટેગા’ જેવા શબ્દો મૂળ વર્ઝનમાં હોવાથી તેને રાખવા પર ભાર મૂક્યો હતો.

પુષ્પા જેવી હિટ ફિલ્મોના હિન્દી ગીતો લખનાર રકીબ આલમે કહ્યું કે, આ ગીતને કારણે તેઓ પોતે શરમ અનુભવી રહ્યા છે. આ ગીતમાં દારૂૂની બોટલના સંદર્ભમાં અત્યંત ગંદા અને દ્વિઅર્થી શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે નોરા ફતેહી અને સંજય દત્તને પણ આવા ગીત પર પરફોર્મ કરવા બદલ ટ્રોલ કર્યા હતા. વધતા વિરોધને જોઈને રકીબ આલમે સોશિયલ મીડિયા પર માફીપત્ર શેર કર્યું છે. ચારેબાજુથી થઈ રહેલી ટીકાઓ અને લોકોના આક્રોશને ધ્યાને રાખીને મેકર્સે મોટો નિર્ણય લીધો છે. ’સરકે ચુનર તેરી સરકે’ ગીતનું ઓફિશિયલ હિન્દી વર્ઝન હવે યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. મેકર્સ હવે આ ગીતને સુધારેલા શબ્દો સાથે ફરીથી રિલીઝ કરે તેવી શક્યતા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *