અમેરિકા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરારને કારણે ચાંદીમાં મોટા ગાબડા પડ્યા હતા
ગઇકાલે ચાંદીમાં 28000 રૂાનો મોટો કડાકો બોલી ગયા બાદ આજે સવારે ચાંદીમાં ફરી તેજી સાથે માર્કેટની શરૂઆત થઇ છે. ગઇકાલે ચાંદીમાં ભારે અફરા તફરી જોવા મળી હતી. છેલ્લા 20 દિવસમાં ચાંદીમાં 60,000નો વધારો નોંધાયા બાદ ગઇકાલે શેર માર્કેટ બંધ થયુ ત્યારે ચાંદીમાં મોટુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતુ. પરંતુ બુલીયન માર્કેટમાં મોટી અફરા તડરી જોવા મળી હતી.
ગઇકાલે એમસીએકસમાં ચાંદીનો ભાવ 2,54,000 અને રાજકોટની બજારમાં ભાવ 2,65,000 ઉપર પહોંચી ગયો હતો. પરંતુ ગઇકાલે માત્ર 1 કલાકમાં જ ચાંદીમાં 22,000 રૂા નો કડાકો બલી જતા બજારમાં ભારે હલચલ જોવા મળી હતી. સુરક્ષિત રોકાણ તરીકે જોવાતી ચાંદીમાં તીવ્ર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતુ. જેને કલાકમાં ચાંદીમાં મોટુ ગાબડુ પડ્યુ હતું.
આ ભાવ ઘટાડાથી રોકાણકારો પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતાફ આંતરરાષ્ટ્રીય સંકેતો અને જિયો પોલીટીકલ તણાવમાં ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં પણ અસર જોવા મળી હતી.
29 ડિસેમ્બરે ચાંદીનો ભાવ પ્રથમ વખતે 80 ડોલર પ્રતિ ઔસ જોવા મળ્યો હતો. એટલે કે માત્ર એક મહિનામાં ચાંદીમાં પ્રતિ ઔસ 30 ડોલરનો વધારો જોવા મળ્યો હતો. પરંતુ વેપારીઓએ ભારે પ્રોફિટ બુકિંગ કરતા અને યુ.એસ. તેમજ યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરાર અંગેના સકારાત્મક સંકેતો જોવા મળ્યા હતા.
જિયો પોલીટીકલ તણાવ ઓછો થવાની અપેક્ષાએ સેફ હેવન ગણાતી ચાંદીની ડિમાન્ડની માંગને ઓછી કરી છે અને રોકાણકારો હવે સાવચેતીભર્યો સુર અપનાવશે તેવું લાગી રહ્યુ છે. યુ.એસ.ફેડરલ રિઝર્વના સંભવિત વ્યાજદર ઘટાડા ગ્લોબલ ટ્રેડ ટેન્શન અને ચીન દ્વારા 1 જાન્યુઆરી 2026થી લાગુ થનારા એકસપોર્ટ રીસ્ટ્રીકશન જેવા ફેકટર આવનારા સમયમાં સોના-ચાંદી બંનેની કિંમતોને અસર કરી શકે છે.
જોકે ગઇકાલના તીવ્ર ઘટાડા બાદ આજે ચાંદી ફરી ઉંચકાઇ હતી અને સવારના સત્રમાં ચાંદી 9,000 રૂા ઉપર ખુલી હતી. હાલ એમસીએકસ ઉપર ચાંદી 9,500 રૂા વધી છે. જયારે સોનામાં 700 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં હાજર ભાવની વાત કરીએ તો સોનુ 10 ગ્રામના 138510 રૂા અને ચાંદી એક કિલોના 233900 રૂા જોવા મળી રહી છે.ગુજરાત મિરર, રાજકોટ તા.30 ગઇકાલે ચાંદીમાં 28000 રૂાનો મોટો કડાકો બોલી ગયા બાદ આજે સવારે ચાંદીમાં ફરી તેજી સાથે માર્કેટની શરૂઆત થઇ છે. ગઇકાલે ચાંદીમાં ભારે અફરા તફરી જોવા મળી હતી. છેલ્લા 20 દિવસમાં ચાંદીમાં 60,000નો વધારો નોંધાયા બાદ ગઇકાલે શેર માર્કેટ બંધ થયુ ત્યારે ચાંદીમાં મોટુ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતુ. પરંતુ બુલીયન માર્કેટમાં મોટી અફરા તડરી જોવા મળી હતી.
ગઇકાલે એમસીએકસમાં ચાંદીનો ભાવ 2,54,000 અને રાજકોટની બજારમાં ભાવ 2,65,000 ઉપર પહોંચી ગયો હતો. પરંતુ ગઇકાલે માત્ર 1 કલાકમાં જ ચાંદીમાં 22,000 રૂા નો કડાકો બલી જતા બજારમાં ભારે હલચલ જોવા મળી હતી. સુરક્ષિત રોકાણ તરીકે જોવાતી ચાંદીમાં તીવ્ર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ હતુ. જેને કલાકમાં ચાંદીમાં મોટુ ગાબડુ પડ્યુ હતું.
આ ભાવ ઘટાડાથી રોકાણકારો પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતાફ આંતરરાષ્ટ્રીય સંકેતો અને જિયો પોલીટીકલ તણાવમાં ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં પણ અસર જોવા મળી હતી.
29 ડિસેમ્બરે ચાંદીનો ભાવ પ્રથમ વખતે 80 ડોલર પ્રતિ ઔસ જોવા મળ્યો હતો. એટલે કે માત્ર એક મહિનામાં ચાંદીમાં પ્રતિ ઔસ 30 ડોલરનો વધારો જોવા મળ્યો હતો. પરંતુ વેપારીઓએ ભારે પ્રોફિટ બુકિંગ કરતા અને યુ.એસ. તેમજ યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરાર અંગેના સકારાત્મક સંકેતો જોવા મળ્યા હતા.
જિયો પોલીટીકલ તણાવ ઓછો થવાની અપેક્ષાએ સેફ હેવન ગણાતી ચાંદીની ડિમાન્ડની માંગને ઓછી કરી છે અને રોકાણકારો હવે સાવચેતીભર્યો સુર અપનાવશે તેવું લાગી રહ્યુ છે. યુ.એસ.ફેડરલ રિઝર્વના સંભવિત વ્યાજદર ઘટાડા ગ્લોબલ ટ્રેડ ટેન્શન અને ચીન દ્વારા 1 જાન્યુઆરી 2026થી લાગુ થનારા એકસપોર્ટ રીસ્ટ્રીકશન જેવા ફેકટર આવનારા સમયમાં સોના-ચાંદી બંનેની કિંમતોને અસર કરી શકે છે.
જોકે ગઇકાલના તીવ્ર ઘટાડા બાદ આજે ચાંદી ફરી ઉંચકાઇ હતી અને સવારના સત્રમાં ચાંદી 9,000 રૂા ઉપર ખુલી હતી. હાલ એમસીએકસ ઉપર ચાંદી 9,500 રૂા વધી છે. જયારે સોનામાં 700 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં હાજર ભાવની વાત કરીએ તો સોનુ 10 ગ્રામના 138510 રૂા અને ચાંદી એક કિલોના 233900 રૂા જોવા મળી રહી છે.