આપણે કયાં સુધી લેઉવા-કડવામાં વહેંચાયેલા રહીશું

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો પાટીદારોને સવાલ: હું પોતે પાટીદાર છું, છતાં મારા લોહીમાં પટેલવાદ નથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે…

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો પાટીદારોને સવાલ: હું પોતે પાટીદાર છું, છતાં મારા લોહીમાં પટેલવાદ નથી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરત ખાતે આયોજિત ’ક્રાફ્ટ રૂૂટ’ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે સમાજમાં આંતરિક વિભાજનને લઈને સૂચક નિવેદન આપ્યું હતુ. હું પોતે પટેલ છું પણ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી. આનંદીબેન પટેલે જણાવ્યું કે, આપણે ક્યાં સુધી લેઉવા અને કડવાના નામે વહેંચાયેલા રહીશું. આપણે જ્ઞાતિના વાડામાંથી બહાર આવીને એક ભારતવાસી હોવાનો ગર્વ લેવો જોઈએ. માત્ર એક ચોક્કસ પેટા જ્ઞાતિને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને સાથે લઈને ચાલે એજ સાચું નેતૃત્વ છે.

તેમણે જણાવ્યું કે હું પોતે પણ પટેલ છુ અને અહીં અનેક પાટીદારો ઉપસ્થિત છે. જો કે મારા લોહીમાં ક્યાંય પણ પટેલવાદ નથી. એક પટેલ હોવું ગર્વની વાત છે, પરંતુ આ ગર્વ જ્ઞાતિના સંકુચિત વાડાઓની સાથે નહીં પરંતુ નેતૃત્વ અને જનસેવા સાથે જોડાયેલો હોવો જોઈએ. આ જ્ઞાતિવાદના નામે થતું રાજકારણ દેશ અને સમાજ માટે નુકસાનકારક છે.

થોડા દિવસ અગાઉ આનંદીબેનની દીકરી અનાર પટેલને લેઉવા પાટીદાર સમાજના ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અનાર પટેલ ખુદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એવામાં આનંદીબેન પટેલે જાહેર મંચ પરથી દીકરીને શિખામણ આપતા જણાવ્યું કે, સંસ્થાના હોદ્દાનો ઉપયોગ માત્ર પોતાની જ્ઞાતિ પૂરતો મર્યાદિત ન રાખતાં. જો કોઈ અન્ય સમાજની જરૂૂરિયાતમંદ વ્યક્તિ પણ આવે તો તેની મદદ કરવી જોઈએ.
જો કોઈ અન્ય સમાજની કે ગરીબ પરિવારની દીકરી તમારી પાસે આવે, તો આપણા પટેલ ભાઈઓને કહેજો કે તેની ફી ભરે. જો કોઈ હોનહાર દીકરી પૈસાના અભાવે ભણીના શકે, તો તે સમાજ માટે શરમની વાત ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *