અમેરિકામાં હેલિકોપ્ટર પ્લેન સાથે કેવી રીતે અથડાયું? રાષ્ટ્રપતિ ટ્રમ્પે અકસ્માત પર ઉઠાવ્યા ગંભીર સવાલ, 18 લોકોના મોત

  અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે…

 

અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતાં બંને ક્રેશ થઈ ગયા હતા. વિમાનમાં લગભગ 64 મુસાફરો સવાર હતા. એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધી પોટોમેક નદીમાંથી 19 મૃતદેહો મળી આવ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન વિમાન દુર્ઘટના પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે આ સારું નથી. આકાશ ચોખ્ખું હોવા છતાં આ અકસ્માત કેવી રીતે થયો? હેલિકોપ્ટર કેવી રીતે અને શા માટે પ્લેન તરફ આગળ વધતું રહ્યું, તે ઉપર, નીચે કે બીજી બાજુ કેમ ન વળ્યું? આ અકસ્માત અટકાવવો જોઈતો હતો.

વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક કેનેડિયન એરલાઇન્સનું એક વિમાન ક્રેશ થયું હતું. આ પ્લેન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. અકસ્માત બાદ પ્લેન પોટોમેક નદીમાં પડી ગયું હતું. વિમાનમાં 60 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 18 મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

ટ્રમ્પે અકસ્માત પર સવાલો ઉઠાવ્યા હતા

વાસ્તવમાં જ્યારે આ અકસ્માત થયો ત્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા. વ્હાઇટ હાઉસ અને એરપોર્ટ વચ્ચેનું હવાઈ અંતર ત્રણ કિલોમીટરથી ઓછું છે. વિમાનની બાજુમાંથી અચાનક મિલિટરી હેલિકોપ્ટર આવવાથી અનેક સવાલો ઉભા થયા છે. ટ્રમ્પે કહ્યું કે આકાશ સાફ છે તો પછી આ અકસ્માત કેવી રીતે થયો? જે હેલિકોપ્ટર પ્લેન સાથે અથડાયું તે યુએસ આર્મીનું હેલિકોપ્ટર બ્લેકહોક (H-60) હતું.

 

રોનાલ્ડ રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થાય તે પહેલા જ આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ રીગન નેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લાદવામાં આવી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક એરસ્પેસમાં બનેલી ઘટનાની તપાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *