ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોત

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા…

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક છોકરાની હાલત નાજુક છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતનો ભોગ બનેલી કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગઈ કાલે રાત્રે લગભગ 2 વાગે દેહરાદૂનના ONGC ચારરસ્તા પાસે થઈ હતી. અહીં સાત છોકરા-છોકરીઓ એકસાથે કારમાં બેસીને નીકળ્યા હતા, જેમાંથી ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોત થયા હતા. કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતીઓમાં 19 વર્ષીય ગુનિત સિંહ, 23 વર્ષીય નવ્યા ગોયલ અને 20 વર્ષીય કામાક્ષી સિંઘલનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા છોકરાઓની ઓળખ 23 વર્ષીય કુણાલ કુકરેજા, 24 વર્ષીય અતુલ અગ્રવાલ, અને 24 વર્ષીય રિષભ જૈન તરીકે થઈ છે. તેમાંથી કુણાલ કુકરેજા હિમાચલના ચંબાનો રહેવાસી હતો, જ્યારે બાકીના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.

આ ઉપરાંત ઈજાગ્રસ્ત યુવકની ઓળખ સિદ્ધેશ અગ્રવાલ તરીકે થઈ છે. તે દહેરાદૂનના એશિયાના શોરૂમ મધુબનની સામે રાજપુર રોડનો રહેવાસી છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *