ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. રવિવારે રાત્રે રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર એક બેકાબૂ કારે 7 યુવતીઓને કચડી નાખી હતી. જેમાંથી એક કિશોરી સહિત 4 લોકોના મોત થયાં છે.
આ ઘટના ન્ગેની મળતી માહિતી અનુસાર રાયબરેલી જિલ્લામાં ગંગા એક્સપ્રેસ-વે પર સુલતાનપુર જનૌલી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જગતપુરના કોડર ગામની સાત યુવતીઓ અને મહિલાઓ ચૂલી ગામમાં આયોજિત ભંડારામાં પ્રસાદ લઈને પગપાળા ઘરે પરત ફરી રહી હતી આ દરમિયાન પાછળથી આવતી એક કારે તેમને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બે યુવતીઓ – હિમાંશી (23) અને શાલીની (22) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે આસમા (22) અને રશ્મિ (14)નું હોસ્પિટલમાં મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ હતી. અધિક પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને જગતપુર-દાલમાઉ રોડ બ્લોક થઈ ગયો.
જગતપુરના કોડેરના રહેવાસીઓ રિયા પટેલ, પ્રિયા પટેલ, હિમાંશી, શાલિની, રશ્મિ, સાધના અને અસ્મા, ચુલી ગામમાં આયોજિત ભંડારામાં હાજરી આપવા ગયા હતા. તેઓ પગપાળા પાછા ફરી રહ્યા હતા ત્યારે સુલતાનપુર જનોલી નજીક ગંગા એક્સપ્રેસ વે પર પાછળથી આવતી એક ઝડપી, કારે તેમને કચડી નાખ્યા હતાં.
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે અકસ્માતની સૂચના આપ્યાના અડધા કલાક પછી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પહોંચ્યા પછી પણ અડધા કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો જ ખુલ્યો ન હતો. આ ગંભીર બેદરકારીને કારણે ઘાયલોની સારવારમાં વિલંબ થયો હતો. બીજી તરફ, રેલ્વે ક્રોસિંગ બંધ હોવાને કારણે હાઈવે પર 2 કિમી સુધીનો જામ લાગ્યો હતો, જેના લીધે અન્ય કોઈ વાહન પણ તાત્કાલિક પહોંચી શક્યું ન હતું.
આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારને કબજે કરી લીધી છે, જોકે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
