અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસી યથાવત રાખતી હાઇકોર્ટ

2022માં સિટી સેશન્સ કોર્ટે ફરમાવેલી સજા બહાલ રાખતી ગુજરાત હાઇકોર્ટ: 11 અન્ય દોષિતોને આજીવન કેદની સજા પણ બહાલ: પીડિતોના પરિજનોને 10 લાખ, ઇજાગ્રસ્તોના પરિવારોને 5…

2022માં સિટી સેશન્સ કોર્ટે ફરમાવેલી સજા બહાલ રાખતી ગુજરાત હાઇકોર્ટ: 11 અન્ય દોષિતોને આજીવન કેદની સજા પણ બહાલ: પીડિતોના પરિજનોને 10 લાખ, ઇજાગ્રસ્તોના પરિવારોને 5 લાખનું વળતર આપવા પણ આદેશ

વર્ષ 2008 ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2022 માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખી છે. કોર્ટે 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે.

26 જુલાઈ, 2008 ના રોજ અમદાવાદના અલગ-અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા અને 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી અદાલતે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. આ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે બીજી તરફ 48 આરોપીઓએ પણ સજા સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે સજા યથાવત રાખવાની સાથે પીડિત પરિવારો માટે આર્થિક વળતરનો પણ મોટો ચુકાદો આપ્યો છે. આ ધડાકાઓમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિજનોને 10 લાખ રૂૂપિયાનું વળતર આપવા આદેશ કરાયો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને 5 લાખ રૂૂપિયાનું વળતર આપવા આદેશ કરવામાં આવ્યો છે.

ફાંસીની સજા પામેલા દોષિતોમાં સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. તે પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (જઈંખઈં)નો જનરલ સેક્રેટરી હતો. ઉત્તર પ્રદેશમાં 1990ના દાયકાના અંતમાં સક્રિય બનેલા આ સંગઠન પર બાદમાં કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.

આઠમી ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.આર. પટેલે 78માંથી 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. અદાલતે 38 દોષિતોને ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (ઞઅઙઅ) અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ફાંસીની સજા ફટકારી હતી. 11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરવામાં આવી હતી. 48 દોષિતો પર 2.85 રૂૂપિયા લાખ અને એક દોષિત પર 2.88 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

 

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની પાર્શ્વ ભૂમિકા
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરમાં સાંજે આશરે 70 મિનિટના ગાળામાં 21 સ્થળોએ એક પછી એક સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ હુમલાઓમાં 56 લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શહેરમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ બાદ થોડા જ સમયમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં પણ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર દેશ હચમચી ગયો હતો.તપાસ પૂર્ણ થયા બાદ કુલ 78 આરોપીઓ સામે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *