ઝારખંડને તેના 14મા મુખ્યમંત્રી મળ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ આજે હેમંત સોરેને સીએમ તરીકે શપથ લીધા. રાજ્યપાલ સંતોષ ગંગવારે રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેને ચોથી વખત રાજ્યની કમાન સંભાળી છે. જેએમએમના રાષ્ટ્રીય અધ્યક્ષ શિબુ સોરેન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, બંગાળના સીએમ મમતા બેનર્જી, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ અને ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓએ તેમના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
શપથ ગ્રહણ સમારોહ પહેલા હેમંત સોરેન જેએમએમના રાષ્ટ્રીય અધ્યક્ષ શિબુ સોરેનના ઘરે પહોંચ્યા હતા. અહીં તેણે માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં
આજે માત્ર હેમંત સોરેને શપથ લીધા છે. કેબિનેટનું વિસ્તરણ હવે પછી કરવામાં આવશે. રાજ્યમાં ગઠબંધનની સરકાર બની હોવા છતાં હેમંત એકલા હાથે શપથ લેતાં રાજકીય ચર્ચાઓ તેજ છે કે શું કારણ છે કે હેમંત મંત્રીમંડળ સાથે શપથ લેવાને બદલે એકલા હાથે શપથ લઈ રહ્યા છે. 2019માં હેમંતે 3 મંત્રીઓ સાથે શપથ લીધા હતા. ત્યારે તેમની સાથે કોંગ્રેસના કોટામાંથી બે મંત્રીઓએ શપથ લીધા હતા.
