વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો

બેન્કિંગ શેરો પણ ગબડ્યા, બેંક નિફ્ટી 1230 પોઇન્ટ તૂટી, ચાંદીમાં 6,000 અને સોનામાં ₹1,000નો ઘટાડો વિદેશી સંસ્થાઓની ભારે વેચવાની અને ઈરાન ઇઝરાયેલ યુદ્ધને કારણે શેરબજારમાં…

બેન્કિંગ શેરો પણ ગબડ્યા, બેંક નિફ્ટી 1230 પોઇન્ટ તૂટી, ચાંદીમાં 6,000 અને સોનામાં ₹1,000નો ઘટાડો

વિદેશી સંસ્થાઓની ભારે વેચવાની અને ઈરાન ઇઝરાયેલ યુદ્ધને કારણે શેરબજારમાં ભારે ગભરાહટનું વાતાવરણ જોવા મળ્યું છે. યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ભારે વેચવાલી જોવા મળી છે. સવારના સત્રમાં માર્કેટ થોડું પ્લસ થયા પછી અચાનક રિવર્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો અને તમામ સ્ક્રિપ્ટ રેડ જોનમાં આવી જતા સેન્સેક્સમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ 1300 પોઇન્ટનો મોટો કડાકો બોલી ગયો છે.

10 મી માર્ચે પણ વિદેશી સંસ્થાઓએ લગભગ 4000 કરોડ રૂૂપિયાના શેરો નું વેચાણ કરતા આજે માર્કેટ ઉપર ભારે દબાણ આવ્યું હતું જેના પગલે દિગ્ગજ કંપનીના શહેરોમાં પણ ભારે ધોવાણ થતાં અચાનક તૂટવા લાગ્યો હતો.

સેન્સેક્સને બેન્કિંગ સ્ટોક્સ નો પણ સહારો ન મળતા બપોરે ત્રણ વાગ્યે 1300 પોઇન્ટનું ધોવાણ થતાં ઇન્વેસ્ટરોના અબજો ડૂબી ગયા છે. આ લખાઈ છે ત્યારે સેન્સેક્સ 1300 પોઇન્ટ તૂટતા 76985 પર પહોંચ્યો છે. બીજી બાજુ નિફ્ટીમાં પણ 357 પોઇન્ટની ધોવાણ થતાં 23892 પર નિફ્ટી જોવા મળી રહ્યો છે.
ઉપરાંત બેન્કિંગ સેક્ટરના તમામ શેરો પણ લાલ નિશાનમાં આવી જતા બેંક નિફ્ટીમાં 1200 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે. હજુ થોડા દિવસ પહેલાં બેંક નિફ્ટી 60000 ને પાર થઈ ગઈ હતી તે અત્યારે 55 હજાર ઉપર જોવા મળી રહી છે.

આજે ફાઇનાન્સિયલ ઓટો તેમજ બેંકના શહેરોમાં ભારે વેચવાની જોવા મળી હતી. આઈ ટી કંપનીના શેરોમાં પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે. એક બાજુ ભારતનો રૂૂપિયા વધુ નબળો પડતા ડોલરનો ભાવ પણ 92 ઉપર પહોંચી જતા આવનારા દિવસોમાં ભારતની આયાતને પણ ફટકો પડે તેમ છે.

શેર માર્કેટની સાથે સાથે સોના ચાંદી બજારમાં પણ આજે નરમાઈ જોવા મળી રહી છે ચાંદીમાં 6,000 રૂૂપિયા તૂટતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,72,000 પર પહોંચ્યો છે જ્યારે સોનામાં 900 રૂૂપિયા તૂટતા હાલ વાયદા બજારમાં 1,62000 રૂૂપિયા પર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *