મોરબી જિલ્લામાં hMPV વાઇરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં

આરોગ્ય લક્ષી ટીમો તૈયાર કરાઇ : કોઇપણ લક્ષણ ધરાવતા દર્દીઓને નજીકના આરોગ્ય સેન્ટરે પહોંચાડવા આરોગ્ય કર્મીઓને સૂચના ગુજરાતમાં એચએમપીવી વાયરસના પોઝિટિવ કેસ નોંધાયો છે જેથી…

આરોગ્ય લક્ષી ટીમો તૈયાર કરાઇ : કોઇપણ લક્ષણ ધરાવતા દર્દીઓને નજીકના આરોગ્ય સેન્ટરે પહોંચાડવા આરોગ્ય કર્મીઓને સૂચના

ગુજરાતમાં એચએમપીવી વાયરસના પોઝિટિવ કેસ નોંધાયો છે જેથી કરીને ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને તકેદારીના ભાગરૂૂપે દરેક જિલ્લાની અંદર ડોક્ટરોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરી તો મોરબી જિલ્લામાં આવેલ તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની સાથે મીટીંગ કરીને જરૂૂરી સૂચનાઓ આપી છે અને હાલમાં મોરબી જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ કે શંકાસ્પદ કેસ પણ નથી પરંતુ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ એલર્ટ છે તેવું અધિકારીએ જણાવે છે

કોરોના કાળ વખતે દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે થઈને સરકારી હોસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં એચએમપીવી વાયરસને લઈને સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ એક્ટિવ થઈ ગયેલ છે મોરબી જિલ્લા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રિદપ દુધરેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાની અંદર એચએમપીવી વાયરસનો એક પણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નથી તેમ છતાં પણ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની મીટીંગ કરીને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આવી જ રીતે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી પી.કે.શ્રીવાસ્તવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા ડોક્ટરોને તેમજ ફિલ્ડમાં કામ કરવા માટે જતા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓને ખાસ સુચના આપવામાં આવેલ છે કે, એચએમપીવી વાયરસને લઈને જે પ્રકારના લક્ષણો જાહેર કરવામાં આવ્યા છે તે પ્રકારનો કોઈપણ કેસ કોઈપણ જગ્યાએ જોવા મળે તો તેમાં જરા પણ બેદરકારી ન રાખવી અને તાત્કાલિક તે દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડવા અને દરેક વિસ્તારની અંદર આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે તેના માટે પણ ખાસ સુચનાઓ આપવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *