દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC એ તેના સેફ ડિપોઝિટ લોકરના ભાડામાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા નિયમો મુજબ, લોકરના ભાડામાં 184% સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરો 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે. બેંકે માત્ર ભાડું જ નથી વધાર્યું, પરંતુ લોકરની સુરક્ષા અને શ્રેણીઓમાં પણ મહત્વના ફેરફાર કર્યા છે, જેમાં “Metro Plus’ નામની નવી કેટેગરીનો સમાવેશ થાય છે.
HDFC બેંકે લોકર ભાડાની વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે લોકેશનના આધારે નવી શ્રેણીઓ પાડી છે. અત્યાર સુધી મેટ્રો, અર્બન, સેમી-અર્બન અને રૂૂરલ એમ ચાર કેટેગરી હતી, પરંતુ હવે તેમાં ‘ખયિજ્ઞિં ઙહીત’ કેટેગરી ઉમેરવામાં આવી છે.
આ કેટેગરીમાં ખાસ કરીને મોટા શહેરોના પ્રીમિયમ વિસ્તારોની બ્રાન્ચોનો સમાવેશ થશે. બેંકના જણાવ્યા અનુસાર, હવે લોકરનું ભાડું માત્ર તેના કદ પર જ નહીં, પરંતુ તમારી બ્રાન્ચ કયા વિસ્તારમાં આવેલી છે તેના પર પણ નિર્ભર રહેશે.
એક જ શહેરમાં આવેલી બે અલગ-અલગ બ્રાન્ચોના લોકર ભાડામાં પણ તફાવત હોઈ શકે છે. આ ભાડું દર વર્ષે એડવાન્સમાં વસૂલવામાં આવશે અને તેના પર 18% GST અલગથી ચૂકવવો પડશે. બેંકનો હેતુ આ વધારા દ્વારા લોકર સિસ્ટમને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવાનો છે.
ગ્રાહકોએ હવે લોકર એક્સેસ કરવા માટે આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે, જે સુરક્ષાના સ્તરને વધારશે.જો આપણે ભાડામાં થયેલા વધારા પર નજર કરીએ તો, સૌથી નાનું લોકર જેનું ભાડું મેટ્રો શહેરોમાં અત્યારે ₹1,350 છે, તે વધીને ₹3,300 અને મેટ્રો પ્લસમાં ₹4,000 થઈ જશે. નીચેના કોષ્ટક દ્વારા તમે સમજી શકો છો કે 1 એપ્રિલ 2026 થી તમારે કેટલું ભાડું આપવું પડશે.
