શિક્ષણ સહાયકની ભરતીમાં ભૂલ બદલ અધિકારીને દંડ ફટકારતી HC

શિક્ષણ સહાયકની તમામ યોગ્યતા છતાંય નિમણૂક નહીં આપવાના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતાં 50 હજારનો દંડ કર્યો છે. એટલું જ નહીં જસ્ટિસ નિખિલ કરીઅલે…

શિક્ષણ સહાયકની તમામ યોગ્યતા છતાંય નિમણૂક નહીં આપવાના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતાં 50 હજારનો દંડ કર્યો છે. એટલું જ નહીં જસ્ટિસ નિખિલ કરીઅલે ચુકાદામાં ઠરાવ્યું છે કે આ દંડની રકમ ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી રૂૂપિયા વસૂલવામાં આવે. સાથે ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થામાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક કરવા માટે અરજદારના કેસ અંગે વિચારણા કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
આ કેસમાં એવો વિવાદ સામે આવ્યો હતો કે અરજદાર ઉચ્ચતર માધ્યમિક અને યોગ આરોગ્ય અને શારીરિક શિક્ષણ વિષય માટે 3 વર્ષનો B.P.E. (સ્નાતક શારીરિક શિક્ષણ સ્નાતક), 2 વર્ષનો B.PEd. (માસ્ટર શારીરિક શિક્ષણ) અને 2-સ્તરીય TAT (શિક્ષક યોગ્યતા કસોટી) ની લાયકાત ધરાવતો હતો.

તેણે એક જાહેરાત દ્વારા પ્રતિવાદીઓ દ્વારા જારી કરાયેલી બિન-સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પોસ્ટ માટે પસંદગી માટે અરજી કરી હતી. ઓનલાઈન અરજી ફોર્મમાં પણ ઉલ્લેખિત લાયકાત M.P.E./M.P.Ed. હતી અનેN.C.T.E. માંથી 12મા ધોરણ પછી B.P.E. હતી. અરજદારM.P.Ed. ની લાયકાત ધરાવતો હતો અને યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં બી.પી.ઈ. અને ઝઅઝ ની વધારાની લાયકાત ધરાવતા અરજદારો લાયકાત મુજબ યોગ્યતા ધરાવતો હતા. તેમ છતાંય હંગામી મેરિટ યાદીમાંથી તેનું નામ બાકાત રખાતા તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઇકોર્ટે અરજદારને રાહત આપતાં ચુકાદો આપ્યો હતો અને નોંધ્યું હતું કે,આ કોર્ટના સંબંધિત કિસ્સાઓમાં નોંધ્યા મુજબના આદેશો જોતાં હાલનો કેસ એવો લાગે છે કે રાજ્ય ખોટું કરતાં રંગે હાથે પકડાઈ ગઇ અને ત્યારબાદ હવે જિલ્લા કક્ષાના અધિકારીઓ પર દોષ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંજોગોમાં કોર્ટના મત મુજબ રાજ્યને એવી દલીલ કરવાનો કોઇ હક નથી કે M.P.E./M.P.Ed.ની લાયકાત શિક્ષણ સહાયકની નિમણૂક માટે યોગ્ય નથી. સાથે જ સરકારને હવે એવી દલીલની પણ મંજૂરી આપી શકાય નહીં કે જે ઉમેદવારોની આ પોસ્ટ માટે નિમણૂક કરી દેવાઇ છે અથવા તો પસંદગી કરી લેવાઇ છે, તેમની શૈક્ષણિક લાયકાત પણ યોગ્ય નથી અને તેમને પરત ઘરે મોકલી દેવાના છે. કોર્ટનું માનવું છે કે રાજ્ય દ્વારા આવું સ્ટેન્ડ લેવામા આવે, ત્યારે સરકાર અને એના જવાબદાર અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ. અને આ દંડની રકમ અધિકારીઓ પાસેથી વસૂલવી જોઇએ.

ઉક્ત અવલોકનો સાથે હાઇકોર્ટે આદેશ કરે છે કે રાજ્યને રૂૂ. 50,000/-નો દંડ અરજદારના ખર્ચ પેટે ફટકારવામાં આવે છે, અને જ્યારે રાજ્ય આ રકમ દોષિત અધિકારીઓ પાસેથી વસૂલ કરવાની રહેશે.જેઓ આ કોર્ટ સમક્ષ યોગ્ય વલણ અપનાવવામાં નિષ્ફળ રહ્યા હતા, ખાસ કરીને જેમણે અરજદારની પસંદગી ન થાય તેમ સુનિશ્ચિત કર્યું હતું. સાથે જ પ્રતિવાદીઓને આદેશ કરવામાં આવે છે કે ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક માટે અરજદારના કેસ પર વિચારણા કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *