‘હેવાન’ બાદ ત્રણ ક્રાઇમ થ્રિલર ફિલ્મ પણ રિલીઝ થશે સપ્ટેમ્બર માસમાં

મેઘના ગુલઝારની ‘દાયરા’ વાસ્તવિક ઘટના પર આધારિત અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ’હૈવાન’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. બીજી…

મેઘના ગુલઝારની ‘દાયરા’ વાસ્તવિક ઘટના પર આધારિત

અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ’હૈવાન’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. બીજી ચાર દમદાર એક્શન થ્રિલર ફિલ્મો થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તો જાણો આ અપકમિંગ ફિલ્મો વિશે જે તમારા વીકેન્ડને બ્લોકબસ્ટર બનાવી શકે છે.

’દાયરા’ મૂવી 18 સપ્ટેમ્બરના રિલીઝ થશે જેમાં કરીના કપૂર ખાન, પૃથ્વીરાજ સુકુમારન છે. રાઝી અને સૈમ બહાદુર જેવી શાનદાર ફિલ્મો બનાવી ચૂકેલા નિર્દેશક મેઘના ગુલઝાર ફરી એકવાર ગંભીર વિષય પર બનેલી ફિલ્મને લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મનું નામ ’દાયરા’ છે. વાસ્તવિક ઘટના પર આધારિત આ ફિલ્મમાં કોઈ ગીત નથી. આ ફિલ્મની કહાની બે પોલીસ અધિકારીઓની આસપાસ ફરે છે.’લવ લોટરી’ મૂવીમાં 18 સપ્ટેમ્બરના રિલીઝ થશે જેમાં અક્ષય ઓબેરોય, હેલી દારુવાલા અને કબીર દૂહન સિંહ કલાકારો છે.

નિર્દેશક અરવિંદ પાંડેની આ ક્રાઈમ થ્રિલરમાં કહાની પ્રેમ, અચાનક થતી લોટરી અને તેની પાછળનાં રહસ્યોની આસપાસ ફરે છે.‘ધ ડેપ્યુટી’ ડ્યુક નિકોલસન, સ્ટીફન ડોર્ફ, જૂલિયા ફોક્સ, વિલિયમ એચ. મૈસીની ફિલ્મ તા.25ના રિલીઝ થશે. આ ફિલ્મમાં સસ્પેન્સની સાથે-સાથે ઇમોશનલ અને ડાર્ક થ્રિલરનો તડકો જોવા મળી રહ્યો છે. ડ્યુક નિકોલસન અને વિલિયમ એચ. મૈસીની એક્ટિંગ તમને મૂવી જોવા માટે મજબૂર કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *