ગુજરાતી યુવક-યુવતીને અજરબૈજાનમાં બંધક બનાવી 65 લાખ પડાવ્યા

આણંદથી ગેરકાયદેસર અમેરિકા જવાની લ્હાયમાં નીકળેલા યુવક-યુવતીને એજન્ટોએ ફસાવી માફિયાઓના હવાલે કર્યા માફિયાઓએ પરિવારને વીડિયોકોલ કરી બેફામ ફટકાર્યા, ગભરાયેલા કુટુંબીઓએ ખંડણી ચૂકવી દેતા છૂટકારો આણંદ…

આણંદથી ગેરકાયદેસર અમેરિકા જવાની લ્હાયમાં નીકળેલા યુવક-યુવતીને એજન્ટોએ ફસાવી માફિયાઓના હવાલે કર્યા

માફિયાઓએ પરિવારને વીડિયોકોલ કરી બેફામ ફટકાર્યા, ગભરાયેલા કુટુંબીઓએ ખંડણી ચૂકવી દેતા છૂટકારો

આણંદ જિલ્લામાંથી વિદેશ જવાની ઘેલછામાં યુવક-યુવતી વિદેશમાં ફસાયા છે. વાસદ નજીક આવલા કંથારિયા ગામની એક યુવતી અને ઝાંખરિયા ગામના એક યુવકને અમેરિકા મોકલવાના બહાને અજરબૈજાનમાં બંધક બનાવી રૂા.65 લાખની ખંડણી પડાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈ ના એજન્ટોએ યુવક યુવતીને ફસાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના અંગે સાંસદ મિતેશભાઈએ કહ્યું હાલ યુવક-યુવતીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એજન્ટોએ આ બન્નેને ગેરકાયદેસર રીતે વાયા અજરબૈજાન અને કેનેડા થઈને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. ગત 3 તારીખથી આ યુવક-યુવતી અજરબૈજાનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે બંધક બનાવી લેવામાં આવ્યા હતા. મુંબઈના એજન્ટોએ તેમને સલામત રીતે સરહદ પાર કરાવવાને બદલે અજાણી જગ્યાએ પૂરી દીધા હતા.

બંધક બનાવ્યા બાદ માનવ તસ્કરોએ યુવકના પરિવારજનોને ડરાવવા માટે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. માફિયાઓ દ્વારા યુવકને બેરહેમીથી માર મારતો વીડિયો બનાવી વોટ્સએપ દ્વારા પરિવારને મોકલવામાં આવ્યો હતો. વીડિયો કોલ પર પોતાના સંતાનને જોઈ પરિવાર ભાંગી પડ્યો હતો. મુખ્ય આરોપી પવન નામના એજન્ટ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો માંગ્યા મુજબના પૈસા નહીં મળે તો યુવકની કિડની કાઢીને વેચી દેવામાં આવશે.ધમકીઓથી ડરી ગયેલા પરિવારોએ પોતાની જિંદગીની તમામ મૂડી એજન્ટોને સોંપી દીધી હતી. યુવકના પરિવાર પાસેથી 35 લાખ રૂૂપિયા રોકડા અને 15 લાખ રૂૂપિયા ક્રિપ્ટો કરન્સી દ્વારા પડાવવામાં આવ્યા હતા. જ્યારે યુવતીના પરિવાર પાસેથી પણ 15 લાખ રૂૂપિયાની ક્રિપ્ટો કરન્સી વસૂલવામાં આવી હતી. આમ, અપહરણકારોએ કુલ 65 લાખ રૂૂપિયા પડાવી લીધા છે.

બીજી તરફ સંતાનોના જીવ જોખમમાં હોવાનું જણાતા પરિવારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આ મામલે 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અપહરણકારોએ કુલ 65 લાખ રૂૂપિયાની ખંડણી વસૂલ્યાની ફરિયાદ કરી છે. કેસની ગંભીરતાને જોતા આ તપાસ કઈઇને સોંપવામાં આવી છે. મુંબઈ સ્થિત એજન્ટોના નેટવર્કને તોડવા માટે કઈઇની ટીમો રવાના કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *