ગુજરાતી અંજના પટેલની લંડનના હેરો કાઉન્સિલના મેયર પદે વરણી

ભારતીય મૂળનાં અને ગુજરાતના આણંદ જિલ્લાના બોચાસણ ગામનાં વતની શ્રીમતી અંજના પટેલની લંડનના હેરો કાઉન્સિલનાં મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પદે નિમણૂક પામનાર…

ભારતીય મૂળનાં અને ગુજરાતના આણંદ જિલ્લાના બોચાસણ ગામનાં વતની શ્રીમતી અંજના પટેલની લંડનના હેરો કાઉન્સિલનાં મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પદે નિમણૂક પામનાર તેઓ પ્રથમ ગુજરાતી મહિલા બન્યા છે, જે સમગ્ર ભારત માટે ખાસ કરીને ગુજરાત અને પાટીદાર સમાજ માટે ગૌરવની બાબત છે. અંજના પટેલનો જન્મ તાંઝાનિયાના દાર-એ-સલામમાં થયો હતો અને બાળપણથી જ તેઓ લંડનમાં વસવાટ કરી રહ્યા છે.

નાનપણથી માતૃભૂમિથી દૂર ઉછેર પામેલા તેઓ સવાયા ગુજરાતી છે અને આજે પોતાના સંસ્કાર, સમર્પણ અને નેતૃત્વ ક્ષમતાથી બ્રિટનમાં એક પ્રેરણાદાયી સ્થાન પામ્યા છે.

લંડનમાં છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ વિવિધ સામાજિક, ધાર્મિક, પ્રજાલક્ષી અને ચેરિટી સંસ્થાઓ સાથે જોડાઈને લોકહિતના કાર્યોમાં સક્રિય રહ્યા છે. મહિલાઓ, યુવાનો અને એનઆરઆઈ સમુદાય માટે ખાસ કામગીરી કરનાર અંજના પટેલ સદાય સમાજસેવા માટે કાર્યરત રહ્યા છે.હેરો આર્ટ સેન્ટર ખાતે યોજાયેલી મેયર પદગ્રહણ સમારોહમાં અંદાજે 250 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટિશ રાજકારણીઓ,પદ્દમશ્રી બોબ બ્લેકમેન સહિત, સામાજિક સંગઠનોના નેતાઓ અને ભારતીય સમુદાયના અગ્રણીઓએ તેમની નિમણૂક પર શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે સરદારધામ સંસ્થા તરફથી અંજના પટેલને વિશિષ્ટ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *