ગુજરાત વેરહાઉસ નિગમ દ્વારા વર્ગ-3-4ની 144 જગ્યા નાબૂદ

નવી ભરતી કરવાના બદલે જગ્યાઓ જ રદ કરાઇ હાલ સરકારી નોકરી માટે યુવાનો ઉત્સુક છે ત્યારે તાજેતરમાં ભરતીને લઇ માઠા સમાચાર સામે આવ્યા હતા. જેમાં…

નવી ભરતી કરવાના બદલે જગ્યાઓ જ રદ કરાઇ

હાલ સરકારી નોકરી માટે યુવાનો ઉત્સુક છે ત્યારે તાજેતરમાં ભરતીને લઇ માઠા સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગુજરાત રાજ્ય વેર હાઉસ નિગમ દ્વારા મોટા પાયે કરવામાં આવેલ ભરતીને રદ કરવામાં આવી છે.

આ બાબતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમની જગ્યાઓ રદ કરવા બાબતે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમના પત્રોથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

જેને ધ્યાને લઇને વિચારણા બાદ ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ હેઠળની 144 જગ્યાઓ રદ કરવામાં આવી છે.આ જગ્યાઓમાં વર્ગ ત્રણ અને ચારનો સમાવેશ કરવામા આવ્યો હતો. ત્યારે કૃષિ વિભાગના આદેશના કારણે નવી જગ્યાઓ ઊભી કરવાં અને ભરવાના બદલે હયાત જગ્યાઓ જ રદ કરી દેવામાં આવી છે. જે જગ્યાઓ રદ કરવામાં આવી છે. તેમા સીનીયર સુપરવાઇઝર, સીનીયર સુપ્રિન્ટેન્ડન્ટ, આસી.એકાઉન્ટ ઓફિસર, ઓ.એસ.ટુ ડીજીએમ, હેડએકાઉન્ટની એક-એક તથા ઇન્ટરનલ ઓડિટરની 3, સીનીયર એકાઉન્ટન્ટ અને મદદનીશની બે-બે, જૂનીયર એકાઉન્ટન્ટ અને સુપરવાઇઝરની 3, ટેકનીકલ મદદનીશની બે, કલાર્ક કમ ટાઇપીસ્ટની 23, ટેલીફોન ઓપરેટરની 1, ડ્રાઇવરની 4 તથા પટ્ટાવાળા તથા ચોકીદાર વર્ગ-4ની 95 જગ્યાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *