ગુજરાત રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov. વેબ પોર્ટલ લોન્ચ કર્યું ગુજરાત મિરર, ગાંધીનગર તા. 15વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડિજિટલ ભારત અને ટ્રાન્સપેરન્સી ઈન ગવર્નન્સનો અભિગમ ગુજરાત રિયલ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov. વેબ પોર્ટલ લોન્ચ કર્યું

ગુજરાત મિરર, ગાંધીનગર તા. 15વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડિજિટલ ભારત અને ટ્રાન્સપેરન્સી ઈન ગવર્નન્સનો અભિગમ ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલે સાકાર કર્યો કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે 2016થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે.

ગુજરાતમાં 1 મે-2017થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું.

આ વેબપોર્ટલgreat.gujarat.gov.in કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રીબ્યુનલમાં રૂૂબરૂૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપેરેન્સી ઈન ગર્વનન્સનો જે અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે, તેને રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલે 17 જેટલી વિવિધ સેવા-કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવીને સાકાર કરી છે.

આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોર્ટલ લોંચ કરતાં વ્યક્ત કર્યો હતો.

રેરા ટ્રિબ્યુનલ દ્વારા પોતાના આ વેબપોર્ટલ પર જે કામગીરી પક્ષકારો અને સંબંધિતોને ઓનલાઈન ઉપલબ્ધ થવાની છે, તેમાં, (1) અપીલ ફાઇલિંગ અને નોંધણી, (2) ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઈન ચુકવણી, (3) અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, (4) હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી Limitation Calculation and Delay Condonation Application), (5) ફાઈલિંગ માટે ઈમેલ અને SMS એલર્ટ્સ, (6) સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઈન જાણ કરવી, (7) સુનાવણી/ઓર્ડર વિશે જખજ દ્વારા પક્ષકારોને ઓનલાઈન માહિતી, (8) પુન:સ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી, (9) દૈનિક યાદી (Daily Cause List)ં, (10) આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેલ અને જખજ સેવા, (11) ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેલ અને જખજ સેવા, (12) ચેતવણીની સૂચના (Caveat)ં, (13) અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ (IA), (14) પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઈન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ), (15) અપીલ ડેટા : વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો, (16) ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી, (17) ઓનલાઈન ચુકાદો/ઓર્ડર, વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *