અમદાવાદના ફાર્મા ગ્રૂપ પર જીએસટીના દરોડા, 20.68 કરોડની ચોરી પકડાઇ

બે શખ્સોની ધરપકડ, 11 પેઢી દ્વારા ખોટી ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં ખુલ્યું શહેરના ફાર્મા ગ્રુપ પર જીએસટી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે.…

બે શખ્સોની ધરપકડ, 11 પેઢી દ્વારા ખોટી ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં ખુલ્યું

શહેરના ફાર્મા ગ્રુપ પર જીએસટી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. એક ફાર્માસ્યુટિકલ ગ્રુપની કુલ 11 સંબંધિત પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે જીએસટી ચોરીનો પર્દાફાશ થયો છે. કુલ 114.89 કરોડના કરપાત્ર વ્યવહારો અને રૂૂ. 20.68 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું છે.
કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના જીએસટી રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત રાજ્ય જીએસટી વિભાગે અમદાવાદ સ્થિત એક ફાર્માસ્યુટિકલ ગ્રુપની કુલ 11 સંબંધિત પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે જીએસટી ચોરીનો પર્દાફાશ કર્યો છે.

કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ધ્યાને આવ્યું કે ઘણી પેઢીઓ અમદાવાદમાં એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી. કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના જીએસટી રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવી હતી. જ્યારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં સંડોવાયેલી હતી. RFID, ઇ-વે બિલો અને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પર થયા હોવાનો પર્દાફાશ થયો છે. આ ઉપરાંત કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ હકીકતમાં કાર્યરત ન હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

વધુમાં અન્ય રેકોર્ડ તપાસતા અત્યાર સુધીમાં કુલ રૂૂ.114.89 કરોડના કરપાત્ર વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂૂ. 20.68 કરોડની આઇટીસી ખોટી રીતે મેળવવામાં આવ્યા હતા. આમ, આ તપાસો દરમિયાન કર ચોરીની રકમ રૂૂ.5 કરોડથી વધુ હોઈ CGST/GGST અધિનિયમની કલમ 132 હેઠળ આ ગુનો Cognizable અને બિન-જામીનપાત્ર છે. કેસની ગંભીરતાને ધ્યાને લઈ બે વ્યક્તિઓની ધરપકડ કરી, નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ હાલ ચાલુ છે, જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો, આંતરરાજ્ય કડીઓની તપાસનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *