નાણાંકીય વર્ષના નૂતન પ્રભાતે શેરબજારમાં હરિયાળી

યુદ્ધ સમેટવાના ટ્રમ્પના સંકેતથી ભારત સહિત વિશ્ર્વભરના બજારોમાં તેજી સેન્સેકસ 2000, નિફટી 600 અંક સુધી ઉછળ્યા, ક્રૂડનો ભાવ 103 ડોલર, રૂપિયો 93.77ના સ્તરે શેરબજારમાં છેલ્લા…

યુદ્ધ સમેટવાના ટ્રમ્પના સંકેતથી ભારત સહિત વિશ્ર્વભરના બજારોમાં તેજી

સેન્સેકસ 2000, નિફટી 600 અંક સુધી ઉછળ્યા, ક્રૂડનો ભાવ 103 ડોલર, રૂપિયો 93.77ના સ્તરે

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટાડા બાદ આજે રોકાણકારો માટે ’સુપર વેડનસડે’ સાબિત થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામના ઈરાદાની જાહેરાત બાદ બજારમાં તેજીનું તોફાન આવ્યું છે. તેમાં પણ ડોલરની સામે રૂૂપિયામાં સુધારો થતાં અને બ્રેન્ટ ક્રૂડ ઘટીને 102 ડોલર પર આવી જતા સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ આજે લીલા નિશાનમાં અને ભારે મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યા છે.

અત્યારે 1,835.03 પોઈન્ટ (+2.55%) ના પ્રચંડ ઉછાળા સાથે 73,782.58 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બજાર ખુલતા જ આજે સેન્સેક્સમાં 1,970 પોઈન્ટની તેજી આવી હતી. સેન્સેક્સ આજે 73,762.43 પર ખૂલ્યો હતો અને અત્યાર સુધીમાં 73,917.75 ની હાઈ સપાટી બનાવી હતી.

નિફ્ટીમાં પણ 568.35 પોઈન્ટ (+2.55%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 22,899.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. સમાચાર લખવા સુધીમાં નિફ્ટીમાં કુલ 606 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટીનો આજનો હાઈ 22,937.65 રહ્યો છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 2-3 અઠવાડિયામાં ઈરાનમાંથી સેના પાછી ખેંચવાની અને જંગ ખતમ કરવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુદ્ધના અંતના સંકેતો મળતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ નીચે આવ્યા છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે મોટા પોઝિટિવ ન્યૂઝ છે. કેટલાક દિવસોથી બજાર સતત ઘટતું હતું, તેથી નીચલા સ્તરેથી રોકાણકારોએ મોટી ખરીદી શરૂૂ કરી છે.

અમેરિકા, રશિયા અને એશિયન બજારોમાં જોવા મળેલી તેજીની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી છે. આજે નિફ્ટી આઈ ટી 4%, નિફ્ટી મેટલ અને મીડિયાના શેરોમાં પણ 4 % ની તેજી જોવા મળી છે. આજે રિલાયન્સ, અદાણી,બજાજ અને ટીસીએસ , ઇન્ફોસિસ જેવી કંપનીના શેરોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે.
આજના આ ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂૂપિયાનો વધારો થયો છે. ખાસ કરીને બેંકિંગ, આઈટી અને રિલાયન્સ જેવા હેવીવેઈટ શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. 30 માર્ચના ’બ્લેક મન્ડે’ ના કડાકા બાદ આજની તેજીએ રોકાણકારોને જીવમાં જીવ આવ્યો છે.

ગઈકાલે ભારતની બજારમાં રજા હોવાને કારણે સોના ચાંદી વાયદા બજાર બંધ હતા. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈકાલે સોના ચાંદીમાં ભારે તેજી જોવા મળી હતી. આજે રાજકોટની બજારમાં સોનાનો ભાવમાં 2000નો વધારો થતાં 154,960 અને ચાંદીનો ભાવ 249,350 પર જોવા મળી રહ્યો છે.સોનુ આંતરરાષ્ટ્રીય બજારમાં 4680 અને ચાંદી 75 ડોલર સુધી પહોંચી છે.

વિશ્ર્વભરનાં શેરબજારમાં ફૂલગુલાબી તેજી
ભારતીય શેરબજારમાં આજે તોફાની તેજી જોવા મળી છે. પરંતુ સાથોસાથ વિશ્ર્વભરના બજારોમાં પણ ભારે પોઝીટીવ સંકેત જોવા મળી રહ્યાં છે. ગઈકાલે રાત્રે અમેરિકી શેર માર્કેટમાં ડાઉન જોન્સ 1125 પોઈન્ટ અને નાસ્ડેક 795 ઉછળ્યો હતો. અન્ય શેરબજારની વાત કરીએ તો બ્રાઝીલનું શેરબજારમાં 4948, જર્મનીના શેરબજારમાં 117, જાપાનના સ્ટોક એકક્ષચેન્જમાં 2435, સાઉથ આફ્રિકાના શેર બજારમાં 1638, હેન્ગસેન્ગ માર્કેટમાં 563 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે અમેરિકી માર્કેેટમાં 1125 પોઈન્ટનો ઉછાળો એ આ એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી શેરબજારમાં લાલી લાલી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *