GPSC વર્ગ-1-2ની પરીક્ષા બે ભાગમાં લેવાશે, નવા નિયમો જાહેર કરતી સરકાર

    મુખ્ય પરીક્ષા પહેલાં પ્રિલિમ પાસ કરવી ફરજિયાત ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્માક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. ગુજરાત…

 

 

મુખ્ય પરીક્ષા પહેલાં પ્રિલિમ પાસ કરવી ફરજિયાત

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્માક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ 1 અને 2માં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જેના હેઠળ આગામી ભરતી પરીક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

નવા નિયમ અનુસાર, GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરિક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરિક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં પરિક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરિક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *