વડતાલ મંદિરની પ્રતિકૃતિવાળો રૂા.200નો ચાંદીનો સિક્કો બહાર પાડતી સરકાર

વડતાલ મંદિરના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના હસ્તે સંતો મહંતોની હાજરીમાં લોકાર્પણ મારું મન સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે: વડતાલ ધામ આજે માનવતાની સેવા અને…

વડતાલ મંદિરના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના હસ્તે સંતો મહંતોની હાજરીમાં લોકાર્પણ

મારું મન સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે: વડતાલ ધામ આજે માનવતાની સેવા અને યુગ નિર્માણના અધિષ્ઠાન સમાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂૂપિનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડ્યો હતો. જેનું આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીએ આજે રાજકીય મહાનુભાવો અને પૂજ્ય સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય કોઠારી સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં આ ક્ષણને વધાવી હતી. સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ નિમિત્તે પૂજ્ય આચાર્ય મહારાજે દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો હદયપૂર્વક આભાર માન્યો હતો. કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્યો હતો. દ્વિશતાબ્દી મહોત્સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્પ્યુટસ સેટલમેન્ટ અપેલેટ ટ્રિબ્યુનલ ના ચેરમેન અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી બી.એન. પટેલ સાહેબ હાજર રહ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રણામ કરું છું. વડતાલ ધામમાં દ્રિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. અહીં દેશ-વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામિનારાયણની પરંપરા રહી છે કે,સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા-સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને મારો આનંદ અનેકગણો વધી ગયો છે. વડતાલ ધામની સ્થાપનાના 200 વર્ષે આ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન એ માત્રે ઈતિહાસની તારીખ નથી. આ મારા જેવા દરેક વ્યક્તિ માટે જે વડતાલ ધામમાં આસ્થા સાથે જોડાયા છે. તે મોટો અવસર છે. હું માનું છું કે, અમારા માટે અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહોનું પ્રમાણ છે.


તેમણે વધુમાં જણાવ્યું કે, 200 વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્થાપના ભગવાન શ્રીસ્વામિનારાયણે કરી હતી. આજે પણ તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખી છે. આજે પણ અહીં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવ કરી શકીએ છીએ. હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્રિશતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપું છું. મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. આ પ્રતિક ચિન્હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્છા તો ઘણી હતી તમારી સાથે જૂની વાતો કરું અને બેસું. પણ જવાબદારી અને વ્યસ્તતાને લીધે આ સંભવ ના થયું. હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.


તેમણે વડતાલ વિશે વાત કરતાં કહ્યું કે, સમાજમાં શિક્ષાપત્રીનું મહત્ત્વનું યોગદાન છે.શિક્ષાપત્રીનું આત્મસાત કરવું અને તે દિશામાં આગળ વધવું તે આપણું કર્તવ્ય છે. વડતાલ ધામ આજે આ જ પ્રેરણાથી માનવતાની સેવા અને યુગ નિર્માણનું અધિષ્ઠાન બની ચૂક્યું છે. વડતાલ ધામે આપણને વંચિત સમાજથી સગરામજી જેવા ભક્તો દીધા છે. અહીં કેટલાય બાળકોના ભોજનની, આવાસની અને કેટલાય આદિવાસી ક્ષેત્રમાં સેવાના કાર્ય ચાલી રહ્યા છે. દીકરીઓની શિક્ષાના અભિયાન પણ ચલાવી રહ્યા છે.


અંતમાં તેમણે કહ્યું કે, વડતાલમાં સ્વામિનારાયણની પ્રાસાદિક વસ્તુનું મ્યુઝિયમ છે. કારણ કે, આ મ્યુઝિયમ ઓછા સમયમાં પરિચિત કરાવે છે. મને વિશ્વાસ છે કે, ભારતની આસ્થાનું અમર મંદિર બનશે. આ પ્રયત્નથી વિકસિત ભારતનો ઉદ્દેશ પૂરો થશે. હું ફરી એક વાર અહીં નથી આવી શક્યો એ માટે અને સમા માંગતા
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ વડતાલ સંસ્થા જ્યારે 200 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેની જાણ અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી હતી. તેમના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂૂપ શું થઈ શકે તેની શોધ કરતાં અમારા વડીલો દ્વારા એવો નિર્ણય કર્યો કે, શુદ્ધ ચાંદીનો 200 રૂૂપિયાનો સિક્કો બનાવડાવામાં આવે.આ પછી અમારા સ્નેહી પંકજભાઈ દેસાઈ અને દેવુસિંહ ચૌહાણ ખાસ તાર-ટપાલ, વ્યવહારના મંત્રી હતા તે વખતે અમારી ગોષ્ઠી થઈ હતી અને એમણે કહ્યું હતું કે, અમે બનતી મહેનત કરીશું. આમ પેપરવર્ક શરૂૂ કર્યું. જેમાં ઘણાં વિભાગો હેલ્પફુલ થયા હતા અને રીતસર જેવી રીતે ચલણ બહાર પડે એવું સેન્ટર ગવર્મેન્ટ દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનીએ છીએ કે, તેમના દ્વારા આ શુદ્ધ ચાંદીનો 200 રૂૂપિયાનો સિક્કો પ્રસિદ્ધ થયો. આ સિક્કામાં એક બાજુ ભારતની રાજ મુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે. આનાથી સતસંગીઓ ગૌરવ અનુભવે છે. વડતાલના સમગ્ર હરિભક્તો, સંતો અને આચાર્યશ્રી અભિનંદન પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *