છૂટાછેડાની અફવા વચ્ચે ગોવિંદા-સુનિતાએ એકબીજાને ઇન્સ્ટાગ્રામમાં અનફોલો કર્યા

રાની સ્વર્ણકાર સાથે ફરી ગોવિંદા જોવા મળતા વિવાદ વકર્યો બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી.…

રાની સ્વર્ણકાર સાથે ફરી ગોવિંદા જોવા મળતા વિવાદ વકર્યો

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. બંને પોતાના સંબંધોમાં વધી રહેલી તિરાડના કારણે સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.તાજેતરમાં સુનિતા આહુજાએ અભિનેત્રી રાખી સાવંત સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે ગોવિંદા, કોમલ રાની સ્વર્ણકાર સાથે લગ્ન કરવાના હતા અને આ જ કારણે તેમણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો હતો.

બીજી તરફ, ગોવિંદાના મેનેજરે આ વાતને ફગાવતા કહ્યું હતું કે એવું કંઈ પણ થવાનું નહોતું. જોકે, આ આરોપો વચ્ચે ગોવિંદા અને કોમલ રાની ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા, જેના કારણે આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. હવે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરતાં મામલો વધુ ગરમાયો છે.

જોકે, સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર સુનિતા આહુજા ગોવિંદાના એક ફેનપેજને તો ફોલો કરી રહી છે, પરંતુ ગોવિંદા તેમની ફોલોઇંગ લિસ્ટમાંથી ગાયબ છે. તેવી જ રીતે ગોવિંદાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની ફોલોઈંગ લિસ્ટમાં પણ સુનિતા આહુજા જોવા મળતી નથી. આ પગલું તેણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેઓ પહેલાથી જ એકબીજાને ફોલો નહોતા કરતા, તે અંગે હજુ સ્પષ્ટતા બાકી છે.

ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે ભૂતકાળમાં પણ રહ્યા છે વિવાદઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનિતાએ વર્ષ 1987માં સૂરજની સાક્ષીએ છુપાઈને લગ્ન કર્યા હતા. ગોવિંદાએ પોતાના કરિયર ખાતર ઘણા વર્ષો સુધી આ લગ્નની વાત છુપાવી રાખી હતી. બંનેના સંબંધોમાં અગાઉ પણ અણબનાવના સમાચાર આવી ચૂક્યા છે. અગાઉ ’લોકઅપ’ શો દરમિયાન સુનિતાએ ગોવિંદાના અફેર્સ અંગે ખુલાસા કરીને સૌને ચોંકાવી દીધા હતા. ભૂતકાળમાં નીલમ કોઠારીથી લઈને રાની મુખર્જી સુધીના કલાકારો સાથે ગોવિંદાનું નામ જોડાઈ ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *