આતંકવાદ સામે જોરદાર લડવાના સૌ કર્મચારીઓને શપથ લેવડાવતા રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે લોકભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા. રાજયપાલએ સૌને શપથ લેવડાવ્યા કે, આપણે ભારતવાસીઓ અહિંસા અને…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે લોકભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા.

રાજયપાલએ સૌને શપથ લેવડાવ્યા કે, આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે, આતંકવાદ અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું. આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે અને માનવજીવન મૂલ્યો સામે મુશ્કેલી ઉભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *