ગુજરાતમાંથી મહાકુંભમાં જતાં ભાવિકો માટે સરકારની માર્ગદર્શિકા

એરપોર્ટ, રેલવે જંક્શન, બસપોર્ટ, રહેવા-જમવા, હોટલ સહિતની ગાઈડલાઈન જાહેર કરાઈ : જોવા લાયક સ્થળ પણ આવરી લેતી રાજ્ય સરકાર : ટાઈમિંગ સહિતની માહિતી એડવાઈઝરીમાં અપાઈ…

એરપોર્ટ, રેલવે જંક્શન, બસપોર્ટ, રહેવા-જમવા, હોટલ સહિતની ગાઈડલાઈન જાહેર કરાઈ : જોવા લાયક સ્થળ પણ આવરી લેતી રાજ્ય સરકાર : ટાઈમિંગ સહિતની માહિતી એડવાઈઝરીમાં અપાઈ

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અત્યારે કરોડોની સંખ્યામં શ્રદ્ધાળુઓ જઈ રહ્યાં છે. અત્યારે જે રીતે લોકો હેરાન થઈ રહ્યાં છે તેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની વિગતો શેર કરવામાં આવી છે. તમારે ક્યાંથી જવાનું?, ક્યાં રોકાવાનું? જો તમે પર્સનલ ગાડી લઈને જાઓ છો તો ગાડીને ક્યાં પાર્ક કરવી? આ તમામ બાબતોની વિગતો આપવામાં આવી છે.પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ આનંદ ભવન મ્યુઝિયમ, અક્ષયવટ અને પાતાલપુરી મંદિર વિક્ટોરિયા મેમોરિયલ, શ્રી મનકામેશ્વર મંદિર અલ્હાબાદ યુનિવર્સિટી, સરસ્વતી કૂપ દશાસ્વમેધ મંદિર, ચંદ્રશેખર આઝાદ પાર્ક ઇસ્કોન મંદિર, મહર્ષિ ભારદ્વાજ આશ્રમ આલાપશંકરી મંદિર, શ્રી બડે હનુમાનજી મંદિર સહિતના સ્થળો જોવા લાયક છે.

જ્યારે વિમાનથી પ્રયાગરાજ 6 એરપોર્ટ ખુબ જ નજીક છે. પ્રયાગરાજ એરપોર્ટ, અલ્હાબાદ એરપોર્ટ ટર્મિનલ, બમરૌલી એરપોર્ટ આશરે 54 મિનિટ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ, વારાણસી આશરે 2 કલાક 22 મિનિટ ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લખનૌ આશરે 4 કલાક 53 મિનિટ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા આશરે 4 કલાક મહાયોગી ગોરખનાથ એરપોર્ટ, ગોરખપુર આશરે 6.5 કલાક કાનપુર એરપોર્ટ, ચકેરી આશરે 3 કલાક 46 મિનિટ જેટલા અંતરમાં છે અનેતેમાં પીક સિવાયના દિવસોમાં શટલ બસ, નોન-પીક દિવસોમાં ઇ-રીક્ષા અને યાત્રાળુઓ માટે હોલ્ડિંગ અને આરામ વિસ્તારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જો તમે રેલ્વે દ્વારા મહાકુંભમાં જવાનું વિચારી રહ્યાં છો તો તેના માટે પણ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રેલ્વે દ્વારા પણ પ્રયાગરાજ જઈ શકાય છે, જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છે. પ્રયાગરાજથી રેલ્વે સ્ટેશન સુધી જવા-આવવા માટે પણ સુવિધાઓ કરવામાં આવી છે.

જેથી કોઈ શ્રદ્ધાળુને અગવડતાનો સામનો ના કરવો પડે તેમાં પ્રયાગરાજ જંક્શન (PYJ) આશરે 14 મિનિટ, પ્રયાગરાજ રામબાગ (PRRB) આશરે 19 મિનિટ, પ્રયાગરાજ સંગમ (PYG) આશરે 19 મિનિટ, પ્રયાગ જંક્શન (PRG) લગભગ 8 મિનિટ, નૈની જકશન (NYN) લગભગ 35 મિનિટ, પ્રયાગરાજ છિઓકી (PCOI) આશરે 40 મિનિટ, કાકામો જંક્શન (PFM) આશરે 20 મિનિટ, ઝુંસી (II) લગભગ 25 મિનિટ, સુબેદારગંજ (SFG) આશરે 20 મિનિટનો રસ્તો છે અને ત્યાં, પ્રયાગથી રેલવે સ્ટેશન પર સુવિધાઓ શટલ, ઈ-રિક્ષા તમામ રેલ્વે સ્ટેશનોથી મેળા વિસ્તારના રૂૂટ મુજબ ચાલવા માટેના દિશાસૂચકો પ્રવેશ અને બહાર નીકળવાના જુદા-જુદા માર્ગો તમામ યાત્રાળુઓ માટે રેલ્વે સ્ટેશનો પર આરામગૃહ, વેઇટિંગ રૂૂમ્સ તથા વેઇટિંગ હોલ્સ રેલવે સ્ટેશનની બહાર જાહેર પરિવહન, સ્લીપિંગ પોડ્સ કેટરિંગ સુવિધા, રિટાયરિંગ રૂૂમ/શયનગૃહ પ્રાથમિક સારવાર બૂથ, એક્ઝિક્યુટિવ લાઉન્જ પ્રવાસી મથક, વૃદ્ધ/દિવ્યાંગ માટે પ્લેટફોર્મ પર અવરજવર માટે બેટરી સંચાલિત કાર પ્રધાન મંત્રી જન ઔષધિ કેન્દ્ર, વ્હીલ ચેર બહુભાષી જાહેરાતની જોગવાઈ, ક્લોક રૂૂમ અન્ય કુંભ મેળા દરમિયાન, મુસાફરોની સલામતી અને સુચારુ વ્યવસ્થા માટે રેલવે સ્ટેશનો પર કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવશે.વસંત પંચમી 03/02/2025 2/2/2025(00:00 કલાક) થી 5/2/2025, માઘી પૂર્ણિમા 12/2/2025 11/2/2025 (00:00 કલાક) થી 14/2/2025, મહાશિવરાત્રી 26/2/2025 25/2/2025 (00:00 કલાક) થી 28/2/2025 સુધી પ્રતિબંધ રહેશે.

ધર્મનગરી પ્રયાગરાજમાં જવા માટે નજીકમાં પ્રયાગરાજમાં મુખ્ય બસ સ્ટેન્ડ પ્રયાગરાજ બસ સ્ટેન્ડ કચેરી બસ સ્ટેન્ડ પ્રયાગરાજમાં અસ્થાયી બસ સ્ટેશનો ઝુંસી સરસ્વતી હાઇ-ટેક સિટી બેલા કચ્છર નેહરુ પાર્ક સરસ્વતી દ્વાર લેપ્રોસી પ્રયાગરાજ બસ સ્ટેશન પર સુવિધાઓ પણ આપવામાં આવશે. જેમ કે, શટલ બસ સુવિધા, ઇ-રિક્ષા સુવિધા અને રોકાવવા તથા આરામ કરવાની સુવિધા તમને પ્રયાગરાજ બસ સ્ટેશન પર મળી રહેવાની છે.

રાજ્યમાં રહેવાની વિગતોની વાત કરવામાં આવે તો.. ટેન્ટેમાં નિવાસ ઞઙજઝઉઈ ટેન્ટ કોલોની ત્રિવેણી સંગમથી 11 કિ.મી કુંભ ગામ કુંભ શિબિર ભારત મહાકુંભ ગ્રામ આગમ ઇન્ડિયા દિવ્ય કુંભ રિટ્રીટ ઋષિકુલ કુંભ કુટીર ITDCલક્ઝરી કેમ્પ્સ કુંભ કેનવાસ ગંગા વ્યૂ સ્ટેઝ દ્વારા પ્રયાગરાજ કોટેજ શિવધ એરા કેમ્પસ ઈવોલાઇફ અને ડોમ સિટીની પણ સુવિધા છે.

પરેડ ગ્રાઉન્ડમાં સેન્ટ્રલ હોસ્પિટલ

નોંધનીય છે કે, પ્રયાગરાજમાં દરેક સેક્ટરોમાં મેડિકલ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. આ સાથે હોસ્પિટલની વાત કરવામાં આવે તો, નાના-મોટા ઑપરેશન અને સર્જરી માટે પરેડ ગ્રાઉન્ડમાં સેન્ટ્રલ હોસ્પિટલ છે, જેની ક્ષમતા 100 બેડ છે, જેમાં 10 આઈસીયુ બેડ, 40 બેડ મહિલાઓ માટે, 45 બેડ પુરુષો માટે અને 06 બેડ બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *