કેન્દ્ર સરકાર 5 માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. આવતા બુધવારે કેબિનેટની બેઠક મળશે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો, સરકારે મોંઘવારી ભથ્થું (ઉઅ) વધારવાની જાહેરાત કરી છે, જે વર્ષની શરૂૂઆતમાં, હોળી પહેલા વધારવામાં આવે છે. આવી સ્થિતિમાં, સરકાર 5 માર્ચે ડીએમાં વધારો કરે તેવી પૂરી શક્યતા છે.
સાતમા પગાર પંચ હેઠળ, વર્ષમાં બે વાર ડીએ વધારવામાં આવે છે. પહેલો વધારો 1 જાન્યુઆરીથી અને બીજો 1 જુલાઈથી લાગુ થશે. 2025નો પહેલો વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. સરકાર ગમે ત્યારે તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે પરંતુ તે 1 જાન્યુઆરી, 2025થી અમલી માનવામાં આવે છે. એવી અપેક્ષા છે કે સરકાર ડીએમાં 3થી 4 ટકાનો વધારો જાહેર કરી શકે છે. જો આવું થશે, તો કેન્દ્ર સરકારના એન્ટ્રી-લેવલ કર્મચારીઓના પગારમાં વધારો થશે. જે કર્મચારીઓનો બેઝિક પગાર 18,000 રૂૂપિયા પ્રતિ માસ છે, તે 540 રૂૂપિયાથી વધીને 720 રૂૂપિયા પ્રતિ માસ થશે.
જો કોઈ કર્મચારીનો પગાર 30,000 રૂૂપિયા છે અને તેનો મૂળ પગાર 18,000 રૂૂપિયા છે, તો તેને હાલમાં 50% એટલે કે 9,000 રૂૂપિયા ડીએ મળી રહ્યો છે. જો 3% વધારો થશે તો ડીએ વધીને 9,540 રૂૂપિયા થશે, જેનાથી પગારમાં 540 રૂૂપિયાનો વધારો થશે. તે જ સમયે, 4% વધારા પછી, ડીએ 9,720 રૂૂપિયા થશે અને પગારમાં 720 રૂૂપિયાનો વધારો થશે.
માર્ચ 2024માં સરકારે ડીએમાં 4% વધારો કરીને તેને 50% સુધી પહોંચાડ્યો. આ પછી ઓક્ટોબર 2024 માં 3% નો વધારો કરવામાં આવ્યો, જેનાથી ડીએ 53% થયો. હવે જાન્યુઆરી 2025 થી, ડીએ ફરીથી 3-4% વધવાની ધારણા છે.