સદ્દભાવના : સમાજને જોડતી અદ્રશ્ય શક્તિ

માનવ જીવનમાં સંપત્તિ, સત્તા અને સફળતા કરતાં પણ જો કોઈ વસ્તુ કિંમતી હોય તો તે છે સદ્ભાવના. જ્યાં જ્યાં સદભાવના હોય ત્યાં ત્યાં માનવ માનવ…

માનવ જીવનમાં સંપત્તિ, સત્તા અને સફળતા કરતાં પણ જો કોઈ વસ્તુ કિંમતી હોય તો તે છે સદ્ભાવના. જ્યાં જ્યાં સદભાવના હોય ત્યાં ત્યાં માનવ માનવ વચ્ચે પ્રેમ ઉભરાય છે, વિશ્વાસ વધે છે, શાંતિ સ્થપાય છે અને જીવનમાં સાચી પ્રગતિ થાય છે. આજે માણસોને ભલે ટેક્નોલોજી પર અઢળક ભરોસો હોય, છતાં એક માણસને બીજા માણસની જરૂૂર પડે, પડે અને પડે જ. તેથી જ આજે ટેક્નોલોજીનાં ઉપયોગોની સાથે સાથે એકબીજા પ્રત્યે આદર, સહાનુભૂતિ અને ભાઈચારાની પણ એટલી જ જરૂૂર છે.

ભારતમાં સદભાવના દિવસ દર વર્ષે 20 ઓગસ્ટનાં રોજ ઉજવાય છે. જેથી ભારતમાં રાષ્ટ્રીય એકતા, ધર્મનિરપેક્ષતા, શાંતિ અને ભાઈચારાના વિચારોને આગળ વધારી શકાય. યુવાનોમાં માનવતા, સહિષ્ણુતા અને જવાબદારીની ભાવના કેળવાય. વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પરસ્પર આદર અને વિશ્વાસ વધે. ઉપરાંત ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશનાં આધારે થતા ભેદભાવને દૂર કરવાં અમુક સ્પેશિયલ દિવસોની ઊજવણી થતી હોય છે. વાસ્તવમાં કેલેન્ડરના દરેક પાના જ સ્પેશિયલ હોય છે કારણકે દિવસ સારો જ હોય છે. ઉગતાની સાથે જ કંઈક નવી આશા લઈને જ જન્મે છે, પરંતુ આપણાં વિચારો પ્રમાણે દિવસ અલગ અલગ સ્વરૂૂપ ધારણ કરે છે.

આજે રાજકીય મતભેદો પણ એટલા વધી રહ્યા છે. જ્યા લોકો પોતાનો હક્ક સમજીને મૂલ્યવાન મત આપીને જે નેતાને ચૂંટી લાવે તે નેતા જ પોતાનાં ઘરથી આગળની દિશા શૂન્ય કરીને બેઠો હોય. આજે છાપાઓ ખોલતા જ ખૂન, હત્યા, બળાત્કાર, હિંસા જેવા સમાચારોથી આખુ છાપું ભરાઈ ગયું હોય. પરિણામે આપણું મગજ સવાર સવારમાં જ કામ કરતુ અટકી જાય છે. ઉપરાંત આજે સોશિયલ મીડિયાએ તો સાવ હદ વટાવી છે. સાચા કે ખોટા બસ સમાચાર આપો. પરિણામે માણસોની આસપાસ કંઈ પણ સકારાત્મક વસ્તુઓ રહી જ નથી.

જો સંદેશાઓ જ આપવા છે તો સારા પણ આપી શકાય. ભલે એ છાપાઓ હોય કે સોશિયલ મીડિયા. એક સારો સંદેશ પળવારમાં લાખો લોકો સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે એક ખોટો સંદેશ કરોડો લોકો સુધી સેક્ધડમાં જ પહોંચી જાય છે. આ માટે માણસોએ જાતે જ વિચારવાનો સમય આવી ગયો છે કે, તેનાં દ્વારા કેવી માહિતીનો ફેલાવો કરવો? આજે યુવાનોની સૌથી મોટી જવાબદારી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ નથી થતો, પરંતુ જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો થાય છે. જે શબ્દો લોકોને જોડે છે તે જ સાચી પ્રગતિનો માર્ગ બનાવે છે.

વિશ્વને માત્ર બુદ્ધિશાળી લોકોની જ જરૂૂર હોતી નથી, પરંતુ તેને સંવેદનશીલ લોકોની પણ એટલી જ જરૂૂર હોય છે. જો દરેક વ્યક્તિ પોતાનાં પૂરાં દિવસ દરમિયાન એક સારો શબ્દ, એક સારો વિચાર તેમજ એક સારુ કાર્ય કરવાનો સંકલ્પ કરે, તો સમાજમાં સકારાત્મક પરિવર્તન આવતાં સમય નહીં લાગે. સદભાવના રાખવી એ કોઈ ખર્ચાળ ભેટ નથી કે આપણાથી થઈ નહીં શકે, તે તો ફક્ત લાગણીઓથી ભરેલા હૃદયમાંથી મળતી સૌથી અમૂલ્ય ભેટ છે.

સમાજમાં ઘણાં પ્રશ્નો એવા છે જે કાયદાથી નહીં, પણ સારા વર્તનથી ઉકેલી શકાય છે. જેમકે રસ્તા પર અકસ્માત થાય ત્યારે ઘાયલને મદદ કરવી, કોઈ ગરીબ બાળકને શિક્ષણમાં પૂરતો સહયોગ આપવો, પાડોશીની મુશ્કેલીમાં તેમની સાથે ઊભાં રહેવું, આપણાં ઘરની આજુબાજુ ચોખ્ખાઈ રાખવી જેવા અનેક નાના નાના કાર્યો વિશ્વાસ અને પ્રેમનું વાતાવરણ ઊભું કરે છે. સદભાવના હંમેશા મોટા કાર્યોમાં જ દેખાય એ જરૂૂરી નથી, ઘણીવાર દિલથી કરેલા નાના કાર્યો પણ સૌથી વધુ ચમકે છે.

અંતમાં, દેશને બદલવાની ખોટી વાતો કરવા કરતા માણસ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ કેળવીએ તો, દેશ આપોઆપ બદલાઈ જશે. આ માટે કોઈ કાયદાની જરૂૂર જ નથી. આખરે પ્રશ્ન માત્ર એટલો જ છે કે આપણે કેવું ભારત આવતી પેઢીને સોંપવા માંગીએ છીએ? ભેદભાવથી વિભાજિત કે સદ્ભાવનાથી સમૃદ્ધ. જવાબ આપણાં દરેકના વર્તનમાં જ છૂપાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *