ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ અહીંના ઇન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર સાઉદી અરેબિયાથી કુરિયર કરાયેલા ક્ધસાઇન્મેન્ટમાં માંસના ગ્રાઇન્ડરમાં છુપાવેલું 2.89 કરોડ રૂૂપિયાનું સોનું જપ્ત કર્યું છે, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે, DRIની મુંબઈ ઝોનલ ટીમે એક ક્ધસાઈનમેન્ટની શોધ શરૂ કરી, જેમાં માંસ ગ્રાઇન્ડર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, અને મશીન તોડી પાડતા, સોનાના 32 કાપેલા ટુકડા મળી આવ્યા.
તેમણે જણાવ્યું હતું કે કસ્ટમ્સ એક્ટ હેઠળ કુલ 2.89 કરોડ રૂૂપિયાનું 1.815 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ આ સોનું મોકલનાર અને લેનાર પાર્ટીઓ તરફ તપાસનો દૌર લંબાવ્યોછે. એમ માનવામાં આવે છે કે એરપોર્ટના કસ્ટમ અધિકારીઓની કુણી નજર તળેથી આ સોનુ નીકળી જવાની દહેશતથી સરકારને મળેલી બાતમીને આધારે દરોડાઓ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા પાડવામાં આવ્યા જેના અધિકારીઓએ ક્ધટેનરોના વિશાળ જથ્થામાંથી જેમાં સોનુ છુપાયેલું છે એ ગ્રાઈન્ડર શોધી લીધું હતું.
