સોના-ચાંદી અને શેર બજારમાં તેજી યથાવત, સોનામાં 2500, ચાંદીમાં 5000નો વધારો

આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઝડપી વધ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ…

આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઝડપી વધ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગયાનું તથા તેની અસર બજાર ભાવ પર દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.રાજકોટ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂૂ.2500 વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂૂ 5000 વધ્યા છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના 4132થી વધી ઉંચામાં ભાવ 4178 ડોલર રહ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔસના 59.06 વાળા ઉંચામાં ભાવ 62.46 ડોલર રહ્યા હતા.

આજે વાયદા બજારમાં સોનાનો ભાવ 148100 જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટની હાજર ભાવ 1,51,100 પર પહોંચી ગયો છે. જ્યારે વાયદાબજારમાં ચાંદીનો ભાવ 233990 પર પહોંચ્યો છે.રાજકોટની બજારમાં ચાંદીનો હાજર ભાવ 243335 જોવા મળી રહ્યો છે. શેર બજારમાં પણ આજે સેટ છઠ્ઠા દિવસે પણ વધારો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 550 પોઇન્ટ વધીને 78,000 ની સપાટી ક્રોસ કરી હતી.નિફ્ટી પણ 150 પોઇન્ટ વધી છે. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનાભાવ બેરલના 72.35 ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ 70.33 ડોલર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *