સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: ચાંદીમાં ₹15939નો કડાકો, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા

  ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી…

 

ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી નીચે પટકાયા છે. 1 કિલો ચાંદીનો ભાવ લગભગ ₹16,000 ઘટ્યો હતો, જ્યારે MCX પર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો વાયદા ભાવ ₹4,000થી વધુ ઘટ્યો હતો.

સોનાના ભાવમાં આજે સવારથી જ નરમાઈ જોવા મળી રહી છે. સોનું અગાઉ ₹1,47,753.00 પર બંધ થયું હતું. આજે બજાર ખુલતાની સાથે જ સોનું ₹1,46,000.00 પર ટ્રેડ થવા લાગ્યું હતું.દિવસ દરમિયાન સોનું ગગડીને ₹1,43,321.00 ના સ્તર સુધી પહોંચી ગયું હતું.અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹4,432.00 (-3.00%) નો ઘટાડો નોંધાયો છે.

ચાંદીમાં સોના કરતા પણ વધુ આક્રમક ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી નાના રોકાણકારોમાં ચિંતા વધી છે. ચાંદી અગાઉ ₹2,65,652.00 પર બંધ થઈ હતી. આજે ચાંદી ₹2,67,501.00 પર ખુલી હતી, પરંતુ તે ટકી શકી નહોતી. બજારમાં સતત વેચવાલીને કારણે ચાંદી ₹2,49,713.00 ના સ્તરે પહોંચી ગઈ છે.ચાંદીના ભાવમાં આજે ₹15,939.00 (-6.00%) નો મસમોટો કડાકો જોવા મળ્યો છે.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે બજેટ બાદ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ફેરફાર અથવા વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *