એક દિવસમાં 10 ગ્રામે 7500નો ઉછાળો, ચાંદીમાં પણ કિલોએ 10 હજાર વધતા MCX ઉપર 3.33 લાખે ભાવ પહોંચ્યો
આજે રૂપિયો વધુ ગગડીને 91.69 સુધી પહોંચતા ભારતીય અર્થતંત્રમાં થયેલી ઉથલપાથલના પગલે સોના-ચાંદી માર્કેટમાં પણ અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. આજે સોનામાં એક જ દિવસમાં સૌથી મોટો 7500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે ચાંદીમાં પણ આજે 10,000 રૂપિયાનો વધારાનો થતાં બન્ને ધાતુ ઓલ ટાઈમ હાઈ ઉપર ફરી એક વખત પહોંચી છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. જેના પગલે માર્કેટમાં પણ ભારે અફરા તડરી જોવા મળી રહી છે. આજે પણ સોના- ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનામાં આજે પણ તેજીમાં 7500નો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો સોનું 4855 સુધી પહોંચ્યું છે. જયારે ચાંદીમાં પણ તેજી યથાવત છે અને આજે પણ 10,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી પણ 95 ડોલર પર પહોંચી છે.
છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીમાં વૈશ્વીક પરિબળોને કારણે તેજી જોવા મળી રહી છે. જે રોકાવાનું નામ નથી લેતી. એમસીએકસમાં આજે સોનું 1,57,600 પર પહોંચ્યું છે.
જયારે રાજકોટનો હાજર ભાવ 1,59,750 સુધી પહોંચ્યો છે. જયારે ચાંદીમાં એમસીએકસમાં 333450 ઉપર જોવા મળ્યો છે. જયારે રાજકોટની બજારમાં હાજર ભાવ 328000ને ક્રોસ કરી ગયો છે. જો કે રાજકોટની બજારમાં માલની અછત હોવાને કારણે તેમજ લેવાલી ઓછી હોવાને કારણે મુળભાવથી કટીંગ જોવા મળી રહ્યું છે.
ટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.69ના નવા તળિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ ધમકીના પગલે ભારતીય ચલણ રૂપિયો વધુને વધુ તૂટી રહ્યો છે. આજે યુએસ ડોલર સામે રૂપિયો વધુ તુટીને 91.69નાં નવા તળીયે પહોંચી ગયો છે. આ ઉપરાંત ડોનાલ ટ્રમ્પની ગ્રીન લેન્ડ કબજે કરવાની જિદથી વૈશ્ર્વિક શેર માર્કેટમાં પણ મંદીનું મોજુ યથાવત રહ્યું છે.ગ્રીનલેન્ડ વિવાદથી ચલણ પર હાલના દબાણમાં વધારો થતાં ભારતીય રૂૂપિયો બુધવારે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો, ગ્રીનલેન્ડ વિવાદથી ચલણ પર હાલના દબાણમાં વધારો થતાં ભારતીય રૂૂપિયો બુધવારે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
શેરબજારમાં ભારે અફરાતફરી, સેન્સેકસમાં 1200 પોઈન્ટના કડાકા બાદ 900 પોઈન્ટની રિકવરી
બીજી બાજુ શેરબજારમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. રૂપિયો નબળો પડતાં તેમજ અમેરિકાની ધમકીઓના પગલે શેર માર્કેટ આજે પણ ક્રેશ થયું હતું અને એક સમયે 1200 પોઈન્ટ નીચે જોવા મળ્યું હતું. માર્કેટમાં ગઇકાલે 1000 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો જેના કારણે રોકાણકારોના 10 હજાર કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. આજે સવારના તબક્કામાં માર્કેટ 60 પોઇન્ટ ઉપર ખુલ્યો હતો. પરંતુ ટકી શકયો ન હતો. એક સમયે સેન્સેકસ ઘટીને 81124 સુધી પહોંચી ગયું હતું. જ્યારે નિફટી ઘટીને 24919 સુધી પહોંચ્યો હતો પરંતુ ત્યાંથી મોર્કટમાં રિકવરી જોવા મળી હતી અને હાલ સેન્સેકસ 81950 અને નિફટી 26155 જોવા મળી રહ્યો છે. બેંક નિફટીમાં પણ આજે ભારે વધઘટનું તોફાન જોવા મળ્યું હતું અને હાલ પણ બેંક નિફટી 600 પોઈન્ટ જોવા મળી રહી છે જ્યારે મીડકેપ નિફટી ગઈકાલે 1200 પોઈન્ટ તુટીયા બાદ આજે પણ 850 પોઈન્ટ નીચે જોવા મળી રહી છે. બજારમાં કુલ શેરોમાંથી 1800 શેર આજે પણ રેડ જોનમાં જોવા મળી રહ્યા છે જયારે 630 શેરોમાં થોડી ખરીદી જોવા મળી રહી છે.
