‘જ્ઞાનેશ ઇટ્સ ડન બ્રો’: દિલ્હીમાં CEC સામે વિપક્ષોનું હલ્લાબોલ

‘વોટચોરી’ના ગંભીર આરોપ સાથે ચૂંટણીપંચના મુખ્યાલય સામે જલદ પ્રદર્શન, બેરીકેડ ઠેકીને રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓ ધરણા પર બેસી ગયા દેશની રાજધાની દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન (INDIA Bloc)…

‘વોટચોરી’ના ગંભીર આરોપ સાથે ચૂંટણીપંચના મુખ્યાલય સામે જલદ પ્રદર્શન, બેરીકેડ ઠેકીને રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓ ધરણા પર બેસી ગયા

દેશની રાજધાની દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન (INDIA Bloc) દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે એક વિશાળ વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષી દળોએ ચૂંટણી પંચ પર પક્ષપાતી વલણ અને ’વોટ ચોરી’ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન 140થી વધુ વિપક્ષી સાંસદો સંસદ ભવનથી એકઠા થઈને ચૂંટણી પંચના મુખ્યાલય ’નિર્વાચન સદન’ તરફ આગળ વધ્યા હતા. જોકે, સ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે દિલ્હી પોલીસે આકાશવાણી ભવન અને નિર્વાચન સદન નજીક ભારે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે રસ્તાઓ પર મજબૂત બેરિકેડિંગ કરીને વિપક્ષી સાંસદોને આગળ વધતા અટકાવ્યા હતા..

ચૂંટણી પંચના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ના વિરોધમાં દિલ્હીની સડકો પર ઉતરેલા INDIA ગઠબંધનના પ્રદર્શન દરમિયાન નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો હતો. પોલીસે માર્ચ અટકાવવા માટે લગાવેલા મલ્ટી-લેયર બેરિકેડ્સ સામે આવ્યા બાદ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અચાનક એક બેરિકેડ પર ચડી ગયા હતા અને હાથમાં મોટો રાષ્ટ્રધ્વજ (તિરંગો) લહેરાવ્યો હતો. આ દ્રશ્ય જોતાં જ ત્યાં હાજર વિપક્ષી દળોના હજારો નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો હતો અને નારેબાજી વધુ તેજ બની હતી.

ત્યારબાદ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વડ્રાની અટકાયત કરી હતી અને તેઓને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા હતા. પરંતુ, બસની અંદરથી જ ગાંધી ભાઈ-બહેન અચાનક બહાર કૂદી પડ્યા હતા અને સુરક્ષાકર્મીઓને ચકમો આપીને સીધા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ECI) ની મુખ્ય બિલ્ડિંગ તરફ દોડી ગયા હતા.

પોલીસ દ્વારા માર્ચ અટકાવવામાં આવતાં જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વડ્રા, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, શિવસેના (ઞઇઝ) ના સંજય રાઉત, ઉખઊંના ટી. આર. બાલૂ સહિતના તમામ મોટા નેતાઓ રોડ પર જ ઝાડ નીચે બેરિકેડ્સ પાસે ધરણા પર બેસી ગયા હતા. આ ઘટના બાદ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

બીજી તરફ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ સત્તાધારી પક્ષ માટે કામ કરી રહ્યું છે. જ્યારે સંજય રાઉતે પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા કહ્યું કે તેઓ માત્ર શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવા જઈ રહ્યા હતા.

આ વિરોધ માર્ચમાં રસપ્રદ બાબત એ રહી કે આમ આદમી પાર્ટી અને ઉખઊં આ માર્ચથી દૂર રહી હતી. પાર્ટીના સૂત્રો મુજબ તેઓ આ લડાઈ પોતાની રીતે લડી રહ્યા છે. બીજી તરફ દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારમાં 3,000થી વધુ જવાનો, છઅઋ અને કનેક્ટિવિટી બોડી કેમેરા સાથે પોલીસકર્મીઓ તૈનાત કર્યા હતા તેમજ કનાટ પ્લેસ અને જંતર-મંતર વિસ્તારમાં વાહન વ્યવહાર સુચારૂૂ રાખવા માટે સ્પેશિયલ ટ્રાફિક એડવાઇઝરી પણ બહાર પાડી હતી.

CEC ડરે છે, જો જનપ્રતિનિધિઓ જ ન મળી શકે તો લોકશાહીનો અર્થ શું?”: રાહુલ
કાર્યકરો અને પત્રકારો સાથે વાતો કરતાં રાહુલ ગાંધીએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચની ઓફિસ અહીંથી માંડ 50 મીટર દૂર છે, છતાં અમને ત્યાં જવા દેવામાં આવતા નથી. મને સમજાતું નથી કે સમસ્યા શું છે? ચૂંટણી પંચનું કામ ન્યાયી અને યોગ્ય રીતે ચૂંટણી યોજવાનું છે. દેશના ઓછામાં ઓછા 300 સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવા માંગે છે, પરંતુ તેઓ ડરેલા છે.” તેમણે વધુમાં ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “જો જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ ઈલેક્શન કમિશનને મળી ન શકતા હોય, તો પછી દેશમાં લોકશાહીનો અર્થ જ શું રહે છે? મને ખબર નથી પડી રહી કે દેશમાં આ શું ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *