કલાઇમેન્ટ ચેન્જ સામે વિશ્ર્વ એલર્ટ, 50 શહેરોમાં મીટની જાહેરાતો પર બેન

દુનિયાભરમાં વધુને વધુ શહેરો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે કેટલાક અનોખા પગલાં ભરી રહ્યા છે. યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના 50થી વધુ શહેરોએ માંસમાંથી…

દુનિયાભરમાં વધુને વધુ શહેરો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે કેટલાક અનોખા પગલાં ભરી રહ્યા છે. યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના 50થી વધુ શહેરોએ માંસમાંથી બનેલી પ્રોડક્ટ્સનો પ્રચાર કરતી જાહેર જાહેરાતો પર કાં તો રોક લગાવી દીધી છે અથવા તો તેને મર્યાદિત કરી દીધી છે. ખાસ વાત એ છે કે શહેરોએ માંસના વેચાણ કે તેના સેવન પર પ્રતિબંધ નથી મૂક્યો. તેના બદલે આ પ્રતિબંધ એવી જાહેરાતો પર લાગુ થાય છે જે બર્ગર, ફ્રાઇડ ચિકન, સોસેજ, નગેટ્સ અને અન્ય વધુ કાર્બન ઉત્સર્જન કરતા ખાદ્ય પદાર્થોનો પ્રચાર કરે છે.

આ પ્રતિબંધો પાછળનું મુખ્ય કારણ માંસના ઉત્પાદનથી પર્યાવરણ પર પડતી અસરો છે. વૈજ્ઞાનિકો અને પર્યાવરણીય સંસ્થાઓ વારંવાર એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે પશુપાલન, ખાસ કરીને બીફ અને પોર્કનું ઉત્પાદન મોટા પ્રમાણમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓ પેદા કરે છે. આ ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જમાં વધારો કરે છે.

ઘણા શહેર પ્રશાસન જાહેરાતો પર મૂકેલા આ પ્રતિબંધોને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના એક મોટા પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. જે રીતે કેટલીક સરકારો જાહેરાતો પર નિયમો બનાવીને તમાકુના ઉપયોગને નિરુત્સાહિત કરે છે, તે જ રીતે આ શહેરો આશા રાખે છે કે માંસની જાહેરાતો ઓછી બતાવવાથી ત્યાંના રહેવાસીઓ વનસ્પતિ આધારિત (પ્લાન્ટ-બેઝ્ડ) ભોજનના વધુ વિકલ્પો અપનાવવા માટે પ્રેરિત થશે. ઉલ્લેખનીય છે કે, માંસની જાહેરાતો પર જાહેર પ્રતિબંધ લગાવનાર દુનિયાનું પ્રથમ શહેર નેધરલેન્ડનું હાર્લેમ છે. આ સાથે જ માંસની જાહેરાતો પર પ્રતિબંધ મૂકનાર દુનિયાની પ્રથમ રાજધાની નેધરલેન્ડનું પાટનગર એમસ્ટરડેમ છે. એમસ્ટરડેમનો લક્ષ્યાંક છે કે, 2050 સુધીમાં ત્યાંના ઓછામાં ઓછા 50% રહેવાસીઓના ભોજનમાં વનસ્પતિમાંથી મળતા ખાદ્ય પદાર્થો સામેલ હોય.

આ ઝુંબેશ માત્ર ખાવા-પીવાની જાહેરાતો પૂરતી મર્યાદિત નથી. ઘણા શહેરોએ ફોસિલ ફ્યુઅલથી ચાલતા વાહનો, હવાઈ મુસાફરી, ક્રૂઝ વેકેશન અને અન્ય પ્રવૃત્તિઓનો પ્રચાર કરતી જાહેરાતો પર પણ પ્રતિબંધો મૂક્યા છે, જેને વધુ કાર્બન ઉત્સર્જન કરનારી માનવામાં આવે છે.

નેધરલેન્ડ આ પહેલનું વૈશ્વિક કેન્દ્ર બનીને ઉભર્યું છે. એમસ્ટરડેમ, હાર્લેમ, યુટ્રેક્ટ, નિજમેગન, ધ હેગ, આલ્મેરે, જ્વોલ, બ્લોમેન્ડાલ અને લીડેન જેવા શહેરોએ કાં તો માંસની જાહેરાતો પર પ્રતિબંધો મૂક્યા છે અથવા જાહેર સ્થળોએ વધુ કાર્બન ધરાવતી પ્રોડક્ટ્સના સમર્થન કર્યું છે.ભારતમાં ઉદયપુર, ગોપાલપુર, ઠાણે, અમરાવતી, રાજકોટ, જામનગર, મુંદ્રા, ભુજ, ભુજપુર અને ગાંધીનગર જેવા શહેરોએ આબોહવા સુરક્ષાના પ્રયાસોના ભાગરૂૂપે ’પ્લાન્ટ બેઝ્ડ ટ્રીટી’ નું સમર્થન કર્યું છે. આ સાથે કેનેડા, સ્પેન, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ, યુગાન્ડા, ગેમ્બિયા અને મેક્સિકોના શહેરો તરફથી પણ આવું જ સમર્થન મળ્યું છે.

દુનિયાભરના શહેરોમાં ઝુંબેશ
આ ઝુંબેશ યુરોપથી પણ ઘણી આગળ વધી ચુકી છે. અમેરિકામાં લોસ એન્જલસ, વેસ્ટ હોલીવુડ, કેમ્બ્રિજ, સોમરવિલે, હોબોકેન, બોયન્ટન બીચ અને બર્કલે જેવા શહેરોએ આ પ્રકારની પહેલોને સમર્થન આપ્યું છે. યુનાઇટેડ કિંગડમ (UK)માં એડિનબર્ગ, બેલફાસ્ટ, શેફિલ્ડ, નોરવિચ, લેમ્બેથ, એક્સમાઉથ અને હેવર્ડ્સ હીથ જેવા શહેરો તરફથી સમર્થન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *