PHPમાં બગ ઘૂસી જતા વૈશ્ર્વિક ફફડાટ, અનેક દેશોએ વેબસાઇટો બંધ કરી

પ્રોગ્રામિંગ ભાષા PHP માં બે અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ સામે આવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NSA) દ્વારા વૈશ્વિક સ્તરે કટોકટીની ચેતવણી જારી કરવામાં આવી…

પ્રોગ્રામિંગ ભાષા PHP માં બે અત્યંત ગંભીર સુરક્ષા ખામીઓ સામે આવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NSA) દ્વારા વૈશ્વિક સ્તરે કટોકટીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ગંભીર ત્રુટિઓને કારણે કેનેડા, જાપાન, ફ્રાન્સ, નેધરલેન્ડ અને ફિનલેન્ડ સહિતના વિવિધ દેશોએ પોતાની સરકારી વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂૂપે ઓફલાઇન કરી દીધી છે. PHP ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક સુરક્ષા અપડેટ (પેચ) જારી કરવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી સિસ્ટમ સુરક્ષિત ન થાય ત્યાં સુધી વેબસાઇટ્સને બંધ રાખવા અથવા તરત જ અપડેટ કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ગંભીર ખામીઓના કારણે અનઓથેન્ટિકેટેડ (પાસવર્ડ વગરના) હુમલાખોરો સર્વર ફાઇલ્સ અને ડેટાબેઝ સુધી પહોંચ મેળવી શકે છે અને સમગ્ર સર્વરનો તાબો (સર્વર ટેકઓવર) પણ છીનવી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વેબસાઇટ્સ, ઓનલાઈન સ્ટોર્સ અને સરકારી સેવાઓ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

આ સુરક્ષા ખામીઓની ઓળખ CVE-2026-109618અને CVE-2026-109619 તરીકે કરવામાં આવી છે, જેને ઈટજજ દ4.0 સ્કેલ પર 10માંથી 9.2 નો અત્યંત ગંભીર સ્કોર આપવામાં આવ્યો છે. આ ખામીઓના કારણે કોઈપણ ઓથેન્ટિકેશન વગરના (અનઓથેન્ટિકેટેડ) હુમલાખોરો ઇન્ટરનેટ દ્વારા પ્રભાવિત સર્વર્સ પર દુર્ભાવનાપૂર્ણ કોડ ચલાવી શકે છે અને સર્વરનો તાબો મેળવી શકે છે.

દરમિયાન, ઇન્ટરનેટ આર્કાઇવ અચાનક ઓફલાઇન થઈ ગયું હતું અને સાથે જ વિકિપીડિયાના હજારો યુઝર્સોએ પણ સેવાઓમાં વિક્ષેપ પડવાની ફરિયાદો નોંધાવી હતી. આ વૈશ્વિક આઉટેજ પાછળ પ્રોગ્રામિંગ ભાષા PHP માં તાજેતરમાં જ સામે આવેલી ગંભીર સુરક્ષા ખામીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વિકિમિડિયા ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *