ગૌતમ અદાણી બન્યા એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિ

ગૌતમ અદાણીએ ફરી એકવાર ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ મેળવ્યો છે. ગઈકાલે અદાણીની સંપત્તિમાં 2.82 બિલિયન ડોલરનો વધારો…

ગૌતમ અદાણીએ ફરી એકવાર ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ મેળવ્યો છે. ગઈકાલે અદાણીની સંપત્તિમાં 2.82 બિલિયન ડોલરનો વધારો થયો હતો, જેનાથી તેઓ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ત્રણ સ્થાન ઉપર આવીને 22મા સ્થાને પહોંચી ગયા હતા. અદાણીની કુલ સંપત્તિ હવે 72.8 બિલયન ડોલર છે.

મુકેશ અંબાણી 92.6 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. આ વર્ષે સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા અબજોપતિ લેરી એલિસન પછી, મુકેશ અંબાણી 19.5 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે સૌથી વધુ ગુમાવનારા વ્યક્તિ છે. આ વર્ષે અત્યાર સુધીમાં અંબાણીને 15.1 અબજ ડોલરનું નુકસાન થયું છે, જ્યારે અદાણીને 11.7 અબજ ડોલરનું નુકસાન થયું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ઇલોન મસ્કની કુલ સંપત્તિ હાલમાં 677 બિલિયન ડોલર છે, જે તેમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં મસ્કની સંપત્તિમાં 57.2 બિલિયન ડોલરનો વધારો થયો છે. લેરી પેજ બીજા ક્રમે છે. તેમણે આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં 17.1 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે, જેનાથી તેમની કુલ સંપત્તિ 286 બિલિયન ડોલર થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *