પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર

  પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ…

 

પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ થયા હતા. પાટડી અને બજાણા પોલીસે જુગાર અંગેનો ગુન્હો નોંધી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટડી પોલીસ મથકના પીઆઇ આઈ.એમ.હુદડ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે જોગણીમાં વાળી નેરમાં જોગણીમાંના મંદિરે ખુલ્લામાં જુગાર રમતા કિશન વિનોદ મકવાણા, બાબુ મુના મકવાણા, વિપુલ પ્રતાપ વડેચા, અબ્દુલ સુલતાન રાઠોડ અને મહમદરફીક બાબા બલોચને રોકડ રૂૂ. 11,200, બે મોબાઈલ ફોન કિંમત રૂૂ. 6,000, એક બુલેટ કિંમત રૂૂ. 80,000, એક બાઈક કિંમત રૂૂ. 40,000 મળી કુલ રૂૂ. 1,37,200ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જયારે અન્ય જુગારીઓ ભૂરા મુના, ચિરાગ ઈશ્વર સોલંકી, જયદેવ ઈશ્વર સોલંકી, શ્રવણ પ્રતાપ શિહોરા અને મહેશ ભેમા શિહોરા સહિતના છ આરોપીઓ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે તમામ 11 આરોપીઓ વિરૂૂદ્ધ જુગાર અંગેનો ગુનો નોંધી ફરાર 6 આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જયારે બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના પીપળી ગામે જુગાર અંગેનો દરોડો પાડ્યો જેમાં પીપળી ગામના આસીફ ઉર્ફે રેબલ અહેમદખાન મલેકના રહેણાંક મકાનની આગળ જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આસીફ ઉર્ફે રેબલ અહેમદખાન મલેક, અફઝલ રહીમ મલેક, શરીફ અબ્દુલ મલેક, અલીફ રહેમત મલેક, ઈદ્રીશ અબ્દુલ મલેક, દિલીપ બાલા વાણીયા, અલેફ હુસેન મલેક, ભરત પ્રાણ અઘારા, જીતેશ ગોપાલ કાંજીયા, એલમ ઈસબ મલેક અને સવે રસુલ મલેકને રોકડા રૂૂ. 50,470, મોબાઈલ ફોન નંગ- 7, કિંમત રૂૂ. 60,000 તથા મોટર સાયકલ નંગ-3, કિંમત રૂૂ. 95,000 મળી કુલ રૂૂ. 2,05,470ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *