કંડકટરની પરીક્ષા માટે ST-SC ઉમેદવારોને મફત બસ સુવિધા

કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ સજ્જ છે. આગામી તા. 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ…

કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ સજ્જ છે. આગામી તા. 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-એસ.ટી. અને અનુસૂચિત જાતિ- એસસીના ઉમેદવારોને એસ.ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર કક્ષાની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાનું આયોજન આગામી 29 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેવા માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી આવતા એસટી અને એસસી કેટેગરીના ઉમેદવારો માટે એસટી નિગમે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નિગમના તાબા હેઠળના તમામ વિભાગો, ડેપો અને સંચાલન સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાના દિવસે કોઈપણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની અગવડતા કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને કોઈ ફરિયાદ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *