રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી અરૂણકુમાર ભાર્ગવનું નિધન

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવ (એ.કે.ભાર્ગવ)નું 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગાંધીનગરમાં તેમણે અંતિમ…

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવ (એ.કે.ભાર્ગવ)નું 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગાંધીનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 1970ની બેચના આઈપીએસ અધિકારી તરીકે ગુજરાત પોલીસમાં પ્રશંસનીય સેવાઓ આપી હતી. વર્ષ 2002ના રમખાણો બાદ કાયદો-વ્યવસ્થા સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નિવૃત્તિ બાદ પણ વહીવટી જવાબદારીઓ સંભાળી હતી.

એ. કે. ભાર્ગવ ઉત્તર પ્રદેશના વતની હતા, પરંતુ 1970માં આઈપીએસ તરીકે પસંદગી પામ્યા બાદ તેમને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. તેમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એસપી, રેન્જ આઈજી અને જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી.

વર્ષ 2002 ના કોમી રમખાણો અને અક્ષરધામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે એ. કે. ભાર્ગવને રાજ્યના પોલીસ વડા એટલે કે DGP તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ પુન: સ્થાપિત કરવા માટે પક્ષપાત વગર કડક કદમ ઉઠાવ્યા હતા. વર્ષ 2005માં તેઓ ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થયા હતા. જોકે, તેમની વહીવટી કુશળતા અને સ્વચ્છ પ્રતિભાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિવૃત્તિ બાદ પણ તેમની સેવાઓ ચાલુ રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *