ભાજપમાં છેલ્લા કેટલાટ સમયથી શરૂ થયેલી આંતરીક લડાઇ ધીરેધીરે સપાટી ઉપર આવી રહી છે. પત્રિકાકાંડ અને લેટરકાંડ બાદ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટમંત્રી રમણવોરા સામે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય પૂનમભાઇ મકવાણાએ વિવાદિત ખેતીની જમીનમાંથી પોતાનુ નામ બારોબાર ગાયબ કરી દીધાની મામલતદાર સમક્ષ ફરિયાદ કરતા ચકચાર જાગી છે.
થોડા સમય પહેલા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, અને કેબિનેટમાં મંત્રી રહેલા રમણ વોરા ઉપર ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે ખોટા દસ્તાવેજ રજુ કરીને જમીન ખરીદી હોવાનો છઝઈંમાં ખુલાસો થયો હતો.સરકારી લાભ લેવા ભાજપ નેતા બોગસ ખેડૂત બન્યા હતા. આ ફરિયાદને લઈને આજે તેમના જ પક્ષના ભાજપના નેતાએ રમણ વોરા સામે મોરચો ખોલ્યો છે. અને ગાંધીનગર મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી છે.
દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ ગાંધીનગર મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ખેતીની જમીનમાંથી પુનમભાઈ મકવાણાનું નામ બારોબાર ગાયબ કરી દેવામાં આવ્યું છે. સાથે જ રમણલાલ વોરાએ આ જમીન દિનેશભાઇ પટેલ નામની વ્યક્તિને વેચી દીધી છે. આ જમીન એનએ કરીને ફરી પાછી રમણલાલ વોરાના પુત્રને વેચી દીધી છે. માટે આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.