સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓના પડઘમ વાગવાની શક્યતાઓ વચ્ચે વંથલી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઈરફાન શાહ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવીના વરદ હસ્તે પાર્ટી માં વિધિવત રીતે જોડાઈ જતા વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી સૌરાષ્ટ્રના પ્રવાસે હોય ત્યારે સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ ના રોજ વંથલી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી ઇરફાન શાહે આમ આદમી પાર્ટી માં વિધિવત રીતે પ્રવેશ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીમાં જોડાઈ મીડિયા સાથે વાત કરતા યુવા અગ્રણી ઈરફાન શહે જણાવ્યું હતું કે ગુજરાતમાં જનતાની લાગણીને સમજનાર ઈમાનદારીથી જનતા માટે શિક્ષણ આરોગ્ય વીજળી રોજગાર જેવા મુદ્દાઓ ઉપર સરકાર અને વહીવટી તંત્રમાં આક્રમક રજૂઆત કરનાર પાર્ટીની પસંદગી કરી છે ત્યારે વંથલી શહેરના મતદારોનો મિજાજ હંમેશા બિનસાંપ્રદાયિક રહ્યો છે ત્યારે વંથલી ને સ્વચ્છ પ્રતિભાશાળી નગરસેવકો મળી રહે તે દિશામાં કામ કરવાની બાંહેધરી ઉચ્ચારી છે આમ જોઈએ તો વંથલી નગરપાલિકા માં કોંગ્રેસ ભાજપ વચ્ચે ચૂંટણી જંગ રહેતો હોય છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ત્રિપાંખિયો જંગ ખેલાશે તે વાત નક્કી છે ત્યારે વંથલી નગરપાલિકા સત્તાની ખુરશી ઉપર કોણ બેઠશે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ હાલ નગરપાલિકા ચૂંટણી અનુલક્ષીને ગરમાવો જોવા મળી રહ્યો છે.
વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું
સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…