મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિરા જોટવાના જામીની મંજૂર

ભરૂૂચમાં મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી.આ કૌભાંડમાં પ્રાથમિક…

ભરૂૂચમાં મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી.આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં હીરા જોટવાની કંપનીઓ તથા તેમના પરિવારના ખાતામાં 5 કરોડથી વધારે રકમ જમા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર કરાયા હતાં. હવે કોંગ્રેસના નેતા હીરા જોટવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

ભરૂૂચ મનરેગા કૌભાંડમાં ભરૂૂચ ચીફ કોર્ટે કોંગ્રેસના નેતા હીરા જોટવાના જામીન મંજૂર કર્યા છે. એક એક લાખના બે સધ્ધર જામીન રાખીને કોર્ટે જામીનનો હુકમ કર્યો છે. કોર્ટમાં હીરા જોટવાના વકીલ કિરણ ઠાકોર દ્વારા દલીલ કરવામાં આવી હતી. જામીન મળ્યા બાદ હીરા જોટવા પોતાના ગામમાં પહોંચ્યા હતાં.મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ઓપરેટર રાકેશ ટેલરની અટકાયત કરવામાં આવ્યા બાદ કોર્ટે 6 દિવસમાં રિમાન્ડ આપ્યા હતા.

ભરૂૂચના ત્રણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામગીરી માટે એજન્સીઓને કામ સોંપાયું હતું. આ એજન્સીઓએ કામગીરી કાગળ પર બતાવીને સીધા જ મસમોટી રકમના બિલ મુકી કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ કેસની તપાસમાં 70થી વધુ લોકોના નિવેદન નોંધ્યા હતાં. મનરેગા યોજનામાં 7.30 કરોડનું કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *