ફૂડ વિભાગની પાણીપુરી ઝુંબેશ, વાસી બટાટા-પાણીનો નાશ

ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના પગલે રાજકોટનું આરોગ્યતંત્ર દોડતું થયું, સતત બીજા દિવસે પાણીના નમૂના લેવાયા મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરના રોગચાળા સંદર્ભે સતત બીજા દિવસે…

ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના પગલે રાજકોટનું આરોગ્યતંત્ર દોડતું થયું, સતત બીજા દિવસે પાણીના નમૂના લેવાયા

મનપાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગરના રોગચાળા સંદર્ભે સતત બીજા દિવસે પાણીપુરીના ધંધાર્થીઓને ત્યા કડક ચકાસણી હાથ ધરી 40થી વધુ ધંધાર્થીઓને ત્યાથી મોટી માત્રામાં વાસી બટાટા અને પાણીનો નાશ કરી અલગ-અલગ પાણીના સેમ્પલ તેમજ 4 સ્થળેથી ચીકીના સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ઝોનમાંઆવેલ પાણીપૂરીનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજકુલ મળી અંદાજિત72 કિ.ગ્રા/લિટરવાસી અખાદ્ય ચીજોનો સ્થળપરનાશ કરવામાં આવેલ હતો.

ફૂડ વિભાગ દ્વારા (01)ક્રિષ્ના મારવાડી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ)-10 કિ.ગ્રા.વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ગાયત્રી પાણીપુરી (રાધે ક્રિષ્ના ચોક, સાધુ વાસવાણી રોડ) -4 કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રીદેવ પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ(04)બાલાજી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)અનમોલ અમદાવાદ પાણીપુરી (ભિલવાસ મેઇન રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ક્રિષ્ના પાણીપુરી (ગોંડલ રોડ, સમૃદ્ધિ ભવન સામે) -5લિટર વાસી મીઠું પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)હર્ષિતભાઈ કોલ્ડ પાણીપુરી (લક્ષ્મીવાડી મેઇન રોડ, પુલ પાસે ) -12લિટર વાસી ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ભોલેનાથ પાણીપુરી (80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલ સામે) -3 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો તથા 8લિટર વાસી મીઠા પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)શિવાભાઈ પાણીપુરી વાળા(બોલબાલા માર્ગ, ગીતાંજલી સોસા. પાસે) -20લિટર વાસી મીઠું પાણી તથા ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)જય બાલાજી પાણીપુરી (બોલબાલા માર્ગ, વાલકેશ્વર સોસા. પાસે) -4કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. તથા (11)રાજા પાણીપુરી (ઢેબર રોડ, આર્યસમાજ સામે) (12)રાધાક્રિષ્ના પાણીપુરી (ઢેબર રોડ)(13)ગણેશ પાણિપુરી (પેલેસ રોડ, પદ્મ કુંવરબા હોસ્પિટલ પાસે) (14)મહાકાળી પાણીપુરી (ગીતા મંદિર રોડ) (15)રાધેશ્યામ દિલ્લી ચાટ પાણીપુરી (મિલપરા પૂજારા પ્લોટ રોડ કોર્નર)(16)વિષ્ણુ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ)(17)વિશાલ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ)(18)અનિલ પાણીપુરી (બોલબાલા માર્ગ)(19)શ્યામ પાણીપુરી (બોલબાલા માર્ગ)(20)રાધિકા પાણીપુરી (ગોંડલ રોડ, PDM પાસે)(21)અમનભાઈ કી પાણીપુરી(ગોંડલ રોડ, PDM પાસે)(22)ક્રિષ્ના પાણીપુરી સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) (23)બાલાજી પાણીપુરી ભેળ સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ)(24)ખોડિયાર પાણીપુરી (ક્રુષ્ણ નગર મેઇન રોડ)(25)ડી. જે. પાણીપુરી (જયંત કે. જી. રોડ)(26)બોમ્બે સ્ટાઈલ ભેળ(માલવિયા ચોક, યાજ્ઞિક રોડ)(27)રોશની પાણીપુરી (લીમડા ચોક)(28)કનૈયા પાણીપુરી (મોટી ટાંકી ચોક)(29)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ)(30)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ)(31)ગાયત્રી પાણીપુરી (રાધે કૃષ્ણ ચોક, સાધુવાસવાણી રોડ)(32)ભોલેનાથ પાણીપુરી (પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ)ની ચકાસણી કરવામાં આવેલ.

ચાર સ્થળેથી ચીક્કીના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા આજે પાણીપુરીના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી પરસાણા સોસાયટીમાં આવેલ શ્રી રામ ચીક્કીમાંથી તલ અને મગફળીની ચીક્કીના સેમ્પલ તેમજ ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી કાળા તલની મીક્સ ડ્રાયફૂટ સહિત ચાર ચીક્કીના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *