મોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈ

  મોરબી શહેરમાં અનેક જર્જરિત ઈમારતો જોખમી હાલતમાં જોવા મળે છે અને ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં આવી ઈમારતો તૂટી જાનહાની…

 

મોરબી શહેરમાં અનેક જર્જરિત ઈમારતો જોખમી હાલતમાં જોવા મળે છે અને ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં આવી ઈમારતો તૂટી જાનહાની ના સર્જે માટે મહાનગરપાલિકા દ્વારા જોખમી ઈમારતો તોડવાની કામગીરી શરુ કરી છે જેમાં આજે કુલ પાંચ ઈમારતો તોડવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા દ્વારા જર્જરિત હાલતમાં હોય તેવી 26 ઈમારતોને નોટીસ આપવામાં આવી હતી અને 16 ઈમારતોને ત્રીજી અને છેલ્લી નોટીસ આપ્યા બાદ આજે પાંચ ઈમારતો હટાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં સવારે મોરબીના વાઘપરામાં જોખમી ઈમારત તોડી પાડવામાં આવી હતી તે ઉપરાંત શહેરન અરુણોદયનગર, વર્ધમાન અને રીલીફનગર સહિતના વિસ્તારમાં મળીને કુલ પાંચ ઈમારતો તોડવાની કામગીરી કરવાના આવનાર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *