કાલથી મતદાન સુધી અગનવર્ષાની આગાહી, પારો 42 ડિગ્રીને પાર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાઈકલોનિક સર્કયુલેશનના કારણે ભેજનું પ્રમાણ વધ્યું, સવારે વાદળા ગોરંભાયા ગુજરાતમાં ચૂંટણી સમયે જ આવતીકાલથી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાઈકલોનિક સર્કયુલેશનના કારણે ભેજનું પ્રમાણ વધ્યું, સવારે વાદળા ગોરંભાયા

ગુજરાતમાં ચૂંટણી સમયે જ આવતીકાલથી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી આકાશમાં વાદળો ગોરંભાતા ગરમીમાં આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતા એક સપ્તાહ સુધી આગઓકતી ગરમીની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ફરી રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો 43 સુધી પહોંચવાની શક્યતા છે. તો બીજી તરફ દરિયાઈ વિસ્તારમાં ભેજ અને ઊંચા તાપમાનના કારણે લોકો અકળામણ અનુભવશે. 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલથી 28 તારીખ સુધી ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં હવામાન શુષ્ક કહેવાની પણ આગાહી કરવામાં આવી છે. તારીખ 26 બાદ ફરી વખત તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીન ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાથી બે દિવસ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ અને ઊંચા તાપમાનને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે. 26 એપ્રિલ એટલે કે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના આંતરિક વિસ્તારોમાં ગરમીનો પારો 40 થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 37 થી 38 ડિગ્રી રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ રહેવાની પણ આગાહી છે.

IMD અનુસાર એપ્રિલના છેલ્લા અઠવાડિયાની નજીક આવતાની સાથે હવામાન પેટર્નમાં અચાનક ફેરફાર થવાની તૈયારી છે. એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યું છે અને તેની અસરો ઉત્તર ભારતથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત સુધીના વિશાળ પ્રદેશમાં અનુભવાશે. ઈંખઉએ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં, વાવાઝોડા, જોરદાર પવન અને વરસાદ ઘણા રાજ્યોમાં ફૂંકાશે. પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પરિણામે 13 રાજ્યો માટે પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફારનો સંકેત આપતી હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે કેટલાક પ્રદેશોમાં હીટવેવ આવી શકે છે, તો અન્ય વિસ્તારોમાં કરા પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહી શકે છે, જ્યારે અન્યત્ર વાદળો અચાનક ભેગા થઈ શકે છે. દેશમાં આવી પરિસ્થિતિ છે તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સિનોપ્ટિક પરિસ્થિતિની વાત કરીએ તો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક ટ્રફ તરીકે મધ્ય ટ્રોપોસ્ફિયરના પશ્ચિમ પવનોમાં સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા પાકિસ્તાન પર 0.9 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *