મોરબીના ન્યુ પેલેસમાં આગથી લાખોનું નુકસાન

મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી હતી અને આગને પગલે ફર્નીચરમાં નુકશાન થયું હતું ત્રીજા માળે ફસાયેલી મહિલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું…

મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી હતી અને આગને પગલે ફર્નીચરમાં નુકશાન થયું હતું ત્રીજા માળે ફસાયેલી મહિલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સામાકાંઠે ન્યુ પેલેસમાં ત્રીજા માળે આજે કોઈ કારણોસર આગ લાગી હતી.

બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી ત્રીજા માળે આગ લાગતા બે-ત્રણ રૂૂમમાં રહેલું ફર્નીચર બળીને ખાખ થઇ ગયું હતું ત્રીજા માળે એક મહિલા ફસાઈ હતી જેનું ફાયર ટીમે સફળ રેસ્ક્યુ કર્યું હતું ફાયર ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે કોઈ જાનહાની થવા પામી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *