રીબડા નજીક આવેલ પેકેજિંગ યુનિટમાં આગ ભભૂકી

રાજકોટ, ગોંડલ અને જેતપુરના ફાયર ફાઈટરો સાથે 30થી વધુ કર્મચારી આગ બુઝાવવા કામે લાગ્યા રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજીંગ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ…

રાજકોટ, ગોંડલ અને જેતપુરના ફાયર ફાઈટરો સાથે 30થી વધુ કર્મચારી આગ બુઝાવવા કામે લાગ્યા

રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજીંગ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ આગ રાત્રિના લગભગ ત્રણથી સવા ત્રણ વાગ્યાના સમય દરમિયાન ભભૂકી ઊઠી હતી.

આગ લાગતાની સાથે જ તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને શાપર-વેરાવળ તેમજ ગોંડલથી પણ ફાયર ફાઇટરોને સ્થળ પર દોડી આવવું પડ્યું હતું. અનેક ફાયર ટીમો દ્વારા સતત પ્રયાસો હાથ ધરાયા છે.

પેકેજીંગનું કારખાનું હોવાથી અંદર મોટા પ્રમાણમાં સળગતા પૂઠા અને જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા લગભગ છ કલાકથી વધુ સમયથી સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, છતાં હજુ સંપૂર્ણ રીતે આગ બુઝાઈ નથી. ઘટના સ્થળે 30થી વધુ ફાયર કર્મચારીઓ તૈનાત છે, જ્યારે ગોંડલ પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સળગતા પૂઠામાંથી નીકળતા ઝેરીલા ધુમાડા અને ગેસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી થઈ રહી છે. જેના કારણે ફાયર ફાઇટરો ઓક્સિજન કીટ સાથે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કંપનીને લાખો કે કરોડો રૂૂપિયાનું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *