ભાવનગર શહેરમાં ઇ -બાઈક શોરૂૂમમાં આગ લાગતા 50 ઇ -બાઇક સળગી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગ ને કાબુ માં લીધી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ પાસેના જ્યોતિર્લિંગ એવન્યુ નામના કોમ્પલેક્સમાં આવેલા નેશનલ બેટરી નામના ઇ-બાઇકના શો-રૂૂમમાં રાત્રે અચાનક જ આગ લાગતા આ બનાવના પગલે ભારે ઉત્તેજનાનો માહોલ ફેલાઇ ગયો હતો. આગ એટલી ભિષણ હતી કે, ગણતરીની મિનિટોમાં કોમ્પલેક્સના બેઝમેન્ટ મુકેલી 50 ઇ-બાઇક સળગી ગઇ હતી. આગને કાબુમાં લેતા દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો અને ફાયર બ્રિગેડે 10 હજાર લીટર પાણીનો છંટકાવ કરી પર કાબુ મેળવ્યો હતો.
ભાવનગર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોમ્પલેક્ના બેઝમેન્ટમાં 50 ઇ-બાક મુકવામાં આવેલી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાઇ રહ્યું છે. શો-રૂૂમમાં ચોકીદાર તરીકે નોકરી કરતો સિક્યુરીટી જવાન આગ લાગી તે સમયે અગાસી પર હતો અને ભિષણ આગ લાગતા તેનું રેસ્કયુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને આગને બુઝાવવા માટે ફાયરના ત્રણ બાઉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.